April 18th 2008

It is so nice..

                        It is so Nice….

January 1,1995                    Pradip Brahmbhatt

It is so nice, if I work for my Self
It is so nice, if I work for my Wife
It is so nice, if I work for my Kids
It is so nice, if I work for my Father
It is so nice, if I work for my Mother
It is so nice, if I work for my Brother
It is so nice, if I work for my Sister
It is so nice, if I work for my Relatives
It is so nice, if I work for my Neighbor
It is so nice, if I work for my Friends
It is so nice, if I work for Poor People
It is so nice, if I work for my  Religion
It is so nice, if I work for Elder People
It is so nice, if I work for my Nation
It is so nice, if I do my best to Help
It is so nice, if I manage my wealth
If you do my favour, I will live for ever.

##############################################

April 7th 2008

ઉગતી ઉષાએ

                                 ઉગતી ઉષાએ
તાઃ૨/૧૦/૧૯૮૦                                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

ટમટમતા આ તારલીયા તો, ત્યજી ગયા આકાશને
             માનવ મનને સર્જન કાજે,પ્રેરે નવા પ્રભાતને
                                                            …….ટમટમતા આ

ઉગતા સુરજની સાક્ષીએ.(૨),મળતા મનડા રોજે રોજ
વહેતી ધારા ઝરણાની..(૨),ને કલરવકરતા હૈયા થોક
તાત જગતનો પ્રેરેમાનવને,સોનેરી કિરણો ઉરજના છેક
                                                            …….ટમટમતા આ

વાદળ હાલ્યા લેવા વિસામો.(૨)સાંજેઆવે તાજામાજા
મોર ટહુકો દેતો જાય….(૨) ને કોયલ કુહુકુહુ છે કરતી
એક તરસ છે માનવ હૈયે, વરસે જગમાં અમૃત ધારા
                                                            …….ટમટમતા આ

લીલા તારી કળી શકુના..(૨) મનથી તારુ રટણ કરુ હું
પામર મારો દેહ ભલે આ.(૨)પ્રેમથી પ્રભુ નમન કરુ હું
અંતે આવજો લેવા કાજે,આ દેહ પડે જ્યાં ધરતી કાજે
                                                            …….ટમટમતા આ

***********************************************
                                       

April 7th 2008

ઓ શ્યામ….

                     
                               ઓ શ્યામ
ઑગસ્ટ ૮૨                                    રમા બ્રહ્મભટ્ટ
શોધુ તને ઓ શ્યામ
                  મોહન વનમાળી
                                ચિતડાના ચોર ગિરધારી
                                                         ….શોધુ તને.
મનડાની માયા લાગી,મુખડું જોવાને કાજે
ક્યાં લગી રાહ જોઉ તારી હું દર્શન કાજે,
પ્રેમે વરી હું તાત માની,
                   મોહન વનમાળી
                                ચિતડાના ચોર ગિરધારી
                                                           ….શોધુ તને.
વાંસળીની મધુર વાણી,અધરથી ધીમી આવે,
માયાની જાળ બંધાણી,ચારે કોર દીસે નહીં,
જો જે આ જીવતરની કેડી,
             મોહન વનમાળી
                                 ચિતડાના ચોર ગિરધારી
                                                            ….શોધુ તને.
શું કરું? ક્યાં જાઉ? કોઇ ના મળે સહારો, 
મેળ નથી કાંઇ જણાતો જ્યાં ત્યાં દર્શન હરજાઇ
કાંક મનડામાં તું મળી જાજે,
               મોહન વનમાળી
                                ચિતડાના ચોર ગિરધારી
                                                            ….શોધુ તને.
         —–હરે કૃષ્ણ,હરે કૃષ્ણ,કૃષ્ણ કૃષ્ણ,હરે હરે—–

April 7th 2008

સતની ગાડી

૨૨-૫-૧૯૮૧        સતની ગાડી              પ્રદીપ બ્રહ્મભટ્ટ

સતની ગાડી ચાલી રે ભેરુ ચાલો,સતની ગાડી ચાલી
આવો સાથી  ભવસાગરની આ  ચિંતા મટશે સારી.
                                                         ..આ સતની ગાડી ચાલી.

ઓ કરસનકાકા,ઓ કરસનકાકા,તમે ક્યાં જઈ આવ્યા 
                                                  તમે ક્યાં જઈ આવ્યા
કેમ લેટપડ્યાછો,તમે લેટપડ્યા કેમ,ચાલે છે ધમધમ
                                                        ..આ સતની ગાડી ચાલી.

ઓ કાશીકાકી ઓ વ્હાલા કાશીકાકી,નહીં મળે સવારી.
                                              આવી નહીં મળે સવારી.
ના ભેદભાવ કંઈ ના મેલું મન અહીં,સાચી પ્રીત બધાને.
                                                         ..આ સતની ગાડી ચાલી.

ઓ મુન્નારામ ઓ મુન્નારામ,તમે રહી ગયા કેમ બાકી.
                                           તમે રહી ગયા કેમ બાકી.
આ મેળ મઝાનો ને પ્રેમબધાનો,નહીં અવસર ફરીઆવો
                                                         ..આ સતની ગાડી ચાલી.

ઓભોળા ભગુભાઈ તમે ક્યાં ભોળવાયા ગુમ થયાકેમ અહીંથી.
                                                               ગુમ થયાકેમ અહીંથી.
આ સતની ગાડી,લઈ ભક્તિની ઝડપે, જાય છે સીધી સ્વર્ગે
                                                            ..આ સતની ગાડી ચાલી.

પ્રદીપ બ્રહ્મભટ્ટ,તમેપરદીપ બનીને,લાગો છો ન્યારા ન્યારા.
                                                               લાગો છો ન્યારા ન્યારા.
જો ચુકી ગયા તો,ભલા ચુકી ગયા તો,ભવોભવ ભટકાશો.
                                                             ..આ સતની ગાડી ચાલી.

આ અંતર છુટશે છે જીવજન્મના,જાણે મંતર મનને લાગે.
                                                   જાણે મંતર મનને લાગે.
કોઈ કહીં ગયું કાંઈ કોઈ કહી રહ્યું છે મનની સૌ કરે વાતો.
                                                             ..આ સતની ગાડી ચાલી.

આ ભવની ભવાઈ જે લખી લખાઈ નહીં છુટી થનારી.
                                                    કદી નહીં છુટી થનારી.
છે એક જ રસ્તો શાણો ને સીધો,પ્રેમ પ્રભુને કરજો હેતે
                                                          ..આ સતની ગાડી ચાલી.

 //શ્રીરામ જયરામ જયજયરામ શ્રીરામ જયરામ જયજલારામ//

April 7th 2008

બાર વાગ્યા

                            બાર વાગ્યા
તાઃ૪/૧/૦૮
                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

બારા બજે, બાર વાગ્યા, એકડે બગડે બાર
         જીંદગી જોજે,સુધારી લેજે,નહીં તો લાગે વાર

મરણ નથી હાથમાં તારે કે જન્મનો નથી કોઇ તાર
         આગળ ચાલતાં જોઇ લેજે,પાછળ કરેલા વિચાર

જાળવી લેજે જીંદગી તારી,કરજે પળપળ તું તપાસ
         મનથી લેજે વિચારી આજે,નહીં તો તું થઇશ નપાસ

કર્મની ગતિ નથી નિરાલી,સમજી લે જીવનમાં આજ
          મર્મ સમજીને જીતી ગયો ,તો થશે બેડો તાર પાર

————————————————————

April 7th 2008

નંદકિશોર.

                               નંદકિશોર
તાઃ૧૩/૭/૧૯૭૫                               પ્રદીપ બ્રહ્મભટ્ટ
                          (ઢાળઃ દાદા હો દીકરી)  

નંદકિશોર ,છેલ છોગાળા
કાના ઓ કાના,તું ક્યાં છે વ્હાલા.
                                 ….. નંદકિશોર, મુરલીવાળો.

જશોદાના જાયા, છોડાવી તેંતો, જગને રે માયા
બાળ કનૈયો,મનમાં વસેલો,જળથળમાં,મને એ મળતો..(૨)
                                                    …નંદકિશોર.

ગોપીઓના ગોવિંદ, ગાયોમાં તેતો, પ્રીતી રેલાવી
પ્રીતે વગાડે, બંસી મઝાની, વીસરે એ ક્યારે મનથી રે..(૨)
                                                    …નંદકિશોર.

કેડમાં કંદોરો, હાથમાં છે લીધો, લીધો ડંગોરો
ગોવાળો આવે,કાનડાની કને,ગોપીઓના ગુંજન સાથ રે..(૨)
                                                     …નંદકિશોર્.

                ****************

April 5th 2008

રાહત

                               રાહત
                                                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

આ નહીં તે નહીં કરતાં કરતાં વસ્તુ વેચાઇ જાશે
          આજેનહીં કાલેનહીં કરતાં કરતાં સમય વિસરાઇ જાશે.
આ નહીં નહીંની ઝંઝટમાં જીદગી ઝુટવાઇ જાશે
         મળેલ ટાણું પારખી જાણી જીદગી સંભારણુ બની જાશે.
નહીં નહીં એ માનવ મનથી જીંદગીમાં લોભ છે
          રાહતફેંકી સમયપારખો નહીંતો જીદગીઆપણી ક્ષોભછે.

——————————————————-
સમયની સાથે ચાલવુ એ માનવીનો અધિકાર છે.સમય પ્રમાણે વર્તવુ તે
તેની નૈતિક ફરજ છે.સમયને ઓળખવો તે તેનું જ્ઞાન છે અને ભણતર એ
જીવનનું ચણતર છે.

April 5th 2008

દર્પણ

                                        દર્પણ
પ્રદીપ બ્રહ્મભટ્ટ                                              હ્યુસ્ટન

મુખડું મારું જોઇ દર્પણમાં,મનડું મનોમન મલકાતું
          કેવું મુખડું તેં બનાવ્યુ,વાનરમાંથી માનવનું
                                                                ……મુખડું મારું
મુખડા પરનો દાગ જોઇને, ઝટપટ ધોવા જાતો
           મનનો મેલ કદીના ધોતો,શોધુ એક કિનારો
                                                                ……મુખડું મારું
દર્પણ એ તો દેતો ચહેરો,જેવો દીધો જગ તાતે
          ઓઘરાળા મોંપર તારે જોવોચાંદની જેવોચહેરો
                                                               …….મુખડું મારું
પરદીપબનીશ તોપ્રકાશમાં તુંપામીશ ચહેરો સુરજનો
          દર્પણ એતો છાપ તમારી,જે દીધી તેવી દેખાશે
                                                              …….મુખડું મારુ
માત્ર એકલા દાગને ધોવા,પાણી નથી તુ પામવાનો
         સકળજગતનોનિયમએક,જેવોતુતેવુજગ તનેછેભાસે
                                                              ……..મુખડું મારું

==============================================

April 5th 2008

દિવાળી

શુભ                       દિવાળી                      લાભ
                    એક અનોખો તહેવાર    

  પ્રદીપ બ્રહ્મભટ્ટ

ફટફટ કરતા ફટાકડા ભઇ,ફુટી રહ્યા છે ચારેકોર
ચમમ કરતી ફરતી ચકરડી,કોઠી વેરે તારલીયા ચારેકોર

ફટાકડાની જોડ મળીને કરે ધમાધમ છે આજે
સુરસુરીયુ થઇ સરકી જાતું હવાઇ ગયેલુ લાગે
તારામંડળ ચમકે જાણે ચમકી રહ્યા છે આભે
ચાંદા જેવી ચાંદની દેતી વીજળી તારની વાટે
                                                      ……..ફટફટ કરતાં

ઝુમુમુમ્ કરતી હવાઇ ઉડીને વાદળમાં છુપાતી
મનમળેલાહૈયે આજે હ્યુસ્ટનમાં માણે સૌ દિવાળી
લક્ષ્મીપુંજન કરતા સૌ જન પામવા માની કૃપા
હનુમાનજીનીપુંજાકરીને પિત્રુજનનામાગે કલ્યાણ
                                                      ……..ફટફટ કરતાં

અનંત એવા આભમાં જાણે તારા વહેવા લાગે
ટેટા ટેટી બોમ્બ ફુટીને જગે આપે અનેક ધડાકા
તારામંડળ હાથમાં લઇનેબાળકો સૌ રહયાનાચી
આનંદ સૌને હૈયે દીસે પ્રદીપ રહ્યો છે માણી
                                                         …..ફટફટ કરતાં

દીવાળી પછી દેવદીવાળી,વરસે વરસે આવે
ઉંમર ના ધટવાની આપણી વરસવરસેવધતી
તોય રહે આ જીવનની માયા દાડે દાડે વધતી
છુટીજશે આ ધરતી ક્યારે કોઇ નથી કહી શકતું
                                                       …….ફટફટ કરતાં

*********************************************

April 3rd 2008

ભલે પધાર્યા

                               ભલે પધાર્યા
તાઃ૩/૪/૨૦૦૮                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનગમતી માયા મળે, ને અંતરે ઉભરે હેત
જોતાં જીભલડી ના ઉપડે, મનડુ હરખે એમ

બારણું ખોલતા વરસી રહે, ફુલછાબના ફુલ
આગમન સ્વીકારતા અહીં,હૈયા થાયછે ડુલ

સન્માનપામેલા અતિથીઓ ખુશહાલ દેખાય
લેખ,કવિતાના સર્જકો આજે આનંદે હરખાય

દીર્ઘાયુભાઇ બારણે રહી આવકારો દેતા જાય
સ્મીતાબેનતો સ્મીત સાથે પાણી પાતા જાય

ફતેહઅલી દીઠા હરખાતા,પેન કાગળનીસાથે
દીપકભાઇને આવતાદીઠા,વિજયભાઇની હારે

કોણઆવ્યુનેકોણના આવ્યુ,સમજ મનેનાઆવે
પ્રદીપ મારું નામછે,પણ તોય ના દીપું આજે

પ્રેમેપધાર્યા મિટીંગમાંઆજે,ફરી પધારજોપ્રેમે
હેતભરેલા હૈયે ફરી કહીશું, ભલે પધાર્યા આજે

ઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁ
ગુજરાતી સાહિત્ય સરીતા,હ્યુસ્ટનના સર્જકોની મિટીંગમાં મને જવાની તક શ્રી વિજયભાઇની સલાહથી મળી અને તેમાં તાઃ૬/૪/૦૮ ના રોજ હાજર રહેવાના આનંદમાં આ રચના કરી છે જે મારી સમજ પ્રમાણે છે. છતાં કોઇ ક્ષતી હોય તો મનુષ્ય હોઇ માફીને પાત્ર છુ.

લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ
હ્યુસ્ટન. તાઃ૩/૪/૦૮

« Previous PageNext Page »