June 11th 2008

ભજન,ભક્તિનો એક રંગ

                            ભજન 
                       ભક્તિનો એક રંગ 
તાઃ૧૦/૬/૨૦૦૮                      પ્રદીપ બ્રહ્મભટ્ટ 

ભજન છે ભક્તિનો એક રંગ,જે લાવે જીવનમાં ઉમંગ
મળતે  જેને હૈયે તેનો સંગ, ના જોઇએ બીજો કોઇ છંદ
  ………………………………………………………ભજન છે ભક્તિનો
લગની લાગી મનથી જ્યાં,મનને મળતી શાન્તિ ત્યાં
આવ્યા અવની પર લઇ જન્મ, વળગે કરેલા જે કર્મ
મનને શાન્તિ મળતી જાય, ભક્તિ પ્રેમે વહેતી થાય
 ………………………………………………………ભજન છે ભક્તિનો 
શ્યામ રામ કે રામ શ્યામ, જલારામ કે સાંઇ રામ
મળે પ્રેમ ને વદે સ્નેહ, ના જીવનમાં કોઇ રહે ભેદ
અંતરમાં ઉભરે આનંદ ને જીવન ઉજ્વળ થતું જાય
  …………………………………………………… ભજન છે ભક્તિનો
સંત સમાગમ મળ્યા કરે,જગની વ્યાધી ટળ્યા કરે
ના મોહ માયા મમતા રહે,નેજગનો મોહ છુટી જશે
સાચો સંબંધ પરલોકથી, ના આ મિથ્યા જીવન રહે
……………………………………………………..ભજન છે ભક્તિનો
“““““““““““““““““““““““`

June 9th 2008

ન માગે મળતું

                    ન માગે મળતું
તાઃ૯/૭/૨૦૦૮                                 પ્રદિપ બ્રહ્મભટ્ટ

સંકટની જ્યાં સીડીઓ ચઢતો,ના સાથ હતો જીવનમાં
એકલ હાથે મહેનત કરતા,સમજી ઉકેલતો પળભરમાં

મહેનત કરતો મનથી જ્યારે,થોડી હામ હૈયામાં રહેતી
ના ના કહેતા મિત્રોત્યારે,ચિંતામનમાં રહીરહીને થાતી

માગતો હિંમત પરમાત્માથી,નેસાથે રહેવા કહેતો પણ
જ્યા હીંમત દેતા જલારામ,ત્યાં સફળ કામ કરુ હુ ત્રણ

ના જગમાં છે કોઇ કામ કે જે,હું પુરુ નથી કરીશકવાનો
શ્રધ્ધારાખી મનથી કરતાં,ના કામ કોઇ અટકી રહેવાનું

આધાર જ્યાં તુ શોધે જગે,ના સાથ તને કોઇ મળવાનો
મક્કમ મનથી વળગી રહીશતો,અંતે જરુર તું જીતવાનો

રાખજેપ્રેમ ને રાખજે હેત,મનથી કરજે તારા કામ અનેક
સફળતાના સોપાને જોતા સૌ, નિશ્ચય કરશે મનથી હેત

***************************************

June 9th 2008

સર્જનહાર

                                 સર્જનહાર
તાઃ૮/૬/૨૦૦૮                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

સકળ વિશ્વના સર્જનહારને વંદુ વારંવાર
              જગમાં જેનો મહીમા ને લીલા છે અપરંપાર
વાણી,વર્તન,વિચારનો સૃષ્ટિમાં નહીપાર
                પરમાત્માની કૃપા થતાં ના લાગે જગે વાર
તારી લીલા અપરંપાર ઓ સર્જનહાર તારી કૃપાનો નહીં પાર

ડગમગ ડોલતી નૈયા જ્યારે કિનારે ભટકાશે
                આશા હૈયે એક હશે જે ભક્તિએ અટવાશે
લગનીમનથી પ્રભુ ભક્તિની શાન્તિમનેદેશે
                કૃપા જલારામની ને લગની સાંઇની રહેશે
તારી લીલા અપરંપાર ઓ સર્જનહાર તારી કૃપાનો નહીં પાર

રટણ પ્રભુનું ને કર્મજગતનું જીવનેતો બંધાશે
                નાઆરો અવનીપર જ્યાં જન્મતને દેવાશે
સાંજ સવારની વિટંમણામાં જીવ આ ભટકાશે
                પ્રભુપ્રેમની સીડી મળતાં જીવના અટવાશે
તારી લીલા અપરંપાર ઓ સર્જનહાર તારી કૃપાનો નહીં પાર

=========================================

June 8th 2008

મારા પિતાજી

pappa-dipal.jpgpitaji.jpg                              

 

                        મારા પિતાજી     ( My વ્હાલા Dad)

૨૮/૫/૨૦૦૮                                                                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

          અચાનક એક પત્થર આવી કપાળે અથડાયો તેમના શરીરનું બેલેન્સ ના રહ્યું અને તે જમીન પર ઉંધા પડી ગયા, કપાળમાં વાગ્યું હોવાને કારણે લોહી નીકળતું હતું. મે મારી આંખોથી આ જોયુ પણ હું કાંઇ જ ના કરી શકુ તેમ હતું.  ગામના  સાર્વજનીક મેદાન પર અમે રમતા હતા તે દરમ્યાન સામેની ટીમના એક   મારવાડીના છોકરાને ખોટી રીતે નાની બાબતમાં ઉશ્કેરાઇ જઇ ઝગડો કરતા અમે ચારપાંચ ભાઇબંધોએ ગડદાપાટુ અને સોટીઓથી ખુબ માર્યો જે છટકીને તેના ઘેર નાસી ગયો. રવિવારની સવારમાં દસના આરસામાં અમે બધા રમતા હતા ત્યારે આ બનાવ બન્યો હતો.અમેતેને મારીને ઘેર દોડી આવ્યા. આની  જાણ ઘરમાં કોઇને કરી ન હતી. હું ઘરમાં કાંઇજ કહ્યા વગર સીધો ચુપ હતો. ત્યાં અચાનક બુમ બરાડાને અવાજ સંભળાતા ધીમે રહી બહાર ડોકાતા પેલા મારવાડી છોકરાએ મારી તરફ આંગળી ચીધી કહે પેલો રહ્યો અને હું સંતાવા ઘરમાં દોડ્યો ત્યાં મારા પિતાજી બહાર જોવા આવતા કંઇ બોલે તે પહેલાં એક નાનો  પત્થર સીધો કપાળે વાગ્યો. મારા પિતાને મેં પડતા જોયા પણ ……
           મારા સ્કુલના દિવસો મને આજે પણ યાદ આવે છે. હાઇસ્કુલના દિવસોમાં ભણવાનું થોડું અને રમવાનું વધારે હતું.  ભણવામાં ભલે હું થોડો પાછળ હતો પણ ભાઇબંધોમાં વધારે ગુંથાઇ રહેવુ, ખાવાના સમયે ના ખાવું અને પછી મોડા આવી દાદાગીરી કરવી આ મારો રોજીંદો કાર્યક્રમ બની ગયો હતો.ઘણી વાર મારા માતા મને કહેતા બેટા રમવામાં સમય બગાડ્યા કરતાં તું કાંઇક શીખીશ તો તું આગળ આવીશ અને તારા પિતાજીને પણ આનંદ થશે કે મારો પ્રદીપ હોશિયાર થાય છે અને ડાહ્યો પણ.  સ્કુલમાં હું લેશન ના લઇ ગયો  હોઉ ત્યારે સાહેબ મને સહીં કરાવા કાગળ આપે તે હું તેમને ના બતાવું અને મારી  મમ્મીને સહી કરવા કહું અને તે મારા પિતાજી વતી સહી કરી અને લખે પ્રદીપના પિતાજી બહાર ગામ ગયા છે તેથી હુ સહી કરું છું.થોડા ઘરના કામને કારણે તે લેશન કરી શક્યો નથી તો તેને માફ કરશોજી.
              મારા પિતાજી અમદાવાદમાં જ્યારે ભણતા હતા ત્યારે ગુજરાત કૉલેજમાં હૉકી ટીમના કેપ્ટન હતા.તેઓ જ્યારે મહારાષ્ટમાં રમવાગયેલા ત્યારે ગુજરાતની ટીમ તે મેંચ જીતીને આવી હતી. એટલે મારા પિતાજી શરીરે ખડતલ હતા.  રમતગમતમાં અને ભણવામાં આગળ હતા.આને કારણે અમે બધા જ ભાઇઓ શરીરે ખડતલ. હું પણ ગુજરાત રાજ્યમાં દોડ, ઉંચો કુદકો અને ક્રીકેટમાં ઓલ રાઉન્ડર હતો. આમ મારા પિતાજી એ અમારા જીવનમાં સર્વસ્વ છે. મારા શોખને કારાણે હું કૉલેજમાં કે જાહેરમાં કાર્યક્રમ કરુ તે તેમને ગમતુ નહીં.કારણ ભણવામાં ઓછુ ધ્યાન અપાય તેથી તે ધણી વખત પ્રેક્ટીસમાંથી મોડો ઘેર આવું તો મને વઢે.  મારી બા ત્યારે ઉપરાણું પણ લે. એક  વખત ટાઉનહોલ માં  જાહેર કાર્યક્રમ હતો તેમાં આખા ભરાયેલ હૉલમાં ફીલ્મી કલાકારોને લઇને કાર્યક્રમ નિયામક તરીકે બધાની ઓળખાણ આપી અને બધાની સાથે મારું પણ સન્માન થયું જે વખતે મારા માતાપિતા અને ભાઇ પ્રેક્ષક તરીકે મે વિનંતી કરી હતી તેથી હોલમાં બેઠા હતા. આ પ્રસંગ પછી મારા પિતાએ મને જાહેર પ્રોગ્રામો માટે કદી રોક્યો નથી કારણ તેમણે જોયુ કે હું મારામાં રહેલી કલાનો વિકાસ કરુ છું.
                 મારા પિતા એ મારે માટે સર્વસ્વ છે કારણ તેમણે મને સંસ્કાર, સ્નેહ, ભક્તિ અને પ્રેમ આપ્યા છે જે મારા જીવનના પાયામાં છે. જે મારા ઉન્નતજીવનની છત્રછાયા છે. હું મારા પિતાને હંમેશા વંદન કર છુ અને આજે પણ જ્યારે ફોન કરુ ત્યારે સૌથી પ્રથમ જય જલારામ કહુ છું.કારણ મારા માતાપિતાના સંસ્કારથી મને ભક્તિ મળી અને પું જલારામ બાપા જેવા સંસારી સંતની કૃપા અને સહવાસથી મારું જીવન ભક્તિ અને માનવતાથી મહેંકી રહ્યુ છે તેમ લાગે છે.

June 8th 2008

મનન.

                                મનન.
તાઃ૭/૬/૨૦૦૮                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

એક હાથમાં તલવાર ને બીજા હાથમાં ફુલ
એક કરે દેહને અને બીજુ કરે હૈયા ડુલ.

વાણીમાં રહેલા છે બે ગુણ
એક વરસાવે હેત બીજે છે અવગુણ.

ગંધમાં સમાયા છે બે ગુણ
એક ટાઢક હૈયે દે બીજી ભગાવે દુર.

કલમ કરે જગતમાં બે કામ
એક લગાવે પ્રીત બીજી હૈયામાં દુખ.

સંતાનના બે સ્વરુપ
એકથી માયા પામે બીજાથી પામે ત્રાસ.

મુક્તિ પામવાની બે રીત
એક દેહ પાવન થાય બીજો છુટકારો થાય.

ભક્તિના બે રુપ છે
એક સંસારી ભક્તિ ને બીજી સંતની ભક્તિ.

કોઇપણ વસ્તુ મેળવવાની બે રીત છે
એક તમારી લાયકાત બીજો પુરુષાર્થ.

લાગણી ના બે સ્વરુપ
એક ભારતીય અને બીજી અમેરિકન.

——————————————–

June 6th 2008

ભીખ

                                   ભીખ
તાઃ૬/૬/૨૦૦૮                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

સૂષ્ટિની છે અકળ લીલા ના જગમાં સમજે કોઇ
           દાન દે પૈસાનું ને માને જગમાં હું જગતનો દાની
વાણીની ના કીંમત જગે અભિમાનમાં વહ્યા કરે
          ભીખ મળી છે દાનવીરને ના જગે કોઇએ છે જાણી
ભીખ માગતો હું પ્રભુથી,કરજો આત્માનુ કલ્યાણ
           સંત સમાગમ શોધતો, હું કાયમ ભક્તિ કરવા કાજ
દાન દેવા ઉભેલ દાનવીર,ક્યાંથી લાવ્યો આ મુડી
           ચુસી લીધા ગરીબ ગુરબા,ને બેંકથી લીધી ભીખ
નીતિ ને જ્યાં મુકી બાજુએ,ત્યાં ભરી તિજોરી પૈસે
         લોન બેંકથી મેળવી લીધી ત્યાં બની બેઠોએ તાત
ભીખ જગતમાં સૌમાગે છે માગવાની છે રીતઅનેક
          ભક્તો માગે ભીખ પ્રભુથી ને માણસ માગે તમથી
અજ્ઞાની ના ભંડાર ભરેલા ના પડે જગમાંતેની ખોટ
        મુક્તિ મળતાજીવને નાલઇ ફરવું પડે જેમાગે ભીખ

???????????????????????????????????????????????

June 5th 2008

જન્મદીન છે આજે

                          જન્મદીન છે આજે
                 જન્મ તાઃ૫/૬/૧૯૪૯ આણંદ.
તાઃ૫/૬/૨૦૦૮                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

આજનો દીન લાગે મસ્ત છે,મન ઉમંગથી જાણે વ્યસ્ત છે
સાથ સથવારથી આવે આનંદ છે, લાગી પ્રીતને સુગંધ છે

કહીદઉ આપને પ્રેમેસાંભળો,છે આજનોદીન મારોજન્મદીન
પગે લાગ્યો જલારામને,કહું છુ તમને મારાજીવનમાંરંગ છે
સમાગમ સંતનો ને પ્રેમે ભજતો, સદા જલાસાંઇમાં મન છે

આવી આંગણે પ્રેમે પોકારજો,ને સ્નેહ સાથે ઉમંગે હરખાશો
મળશે હેત ને માનવપ્રેમ,નાખોટ તમને અહીં સુખે સજાવશે
સુખસાગરના  આવી કિનારે, મળશે સ્નેહ ને મનડું  ઉભરાશે

જન્મદીન તો જરુર લાગશે, જ્યાં હૈયે હેત સગા લઇ આવશે
રવિને હૈયે પપ્પાનો પ્રેમ,ને દીપલનિશીતની માયામાં હેત
રમાનો  સથવાર  જીંદગીથી, જીવન ઉજ્વળ જલા ભક્તિથી

%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

June 4th 2008

જય જય સીતારામ

                                જય જય સીતારામ
તાઃ૪/૬/૨૦૦૮                                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

જય જય રામ જય સીયારામ,ભક્તો બોલો જય જય જલારામ
ઉઠતા બોલો જય જય રામ, પોઢતા સાંજે બોલો જય જલારામ

સુંદર મોહક પ્રભુનુ રુપ, અનંતકોટી બ્રહ્માંડના છે નાથ અદભુત
અંતરમાં લઇ  એક જ આશ, રટણ કરી લઉ પરમાત્માનું આજ

દયા કૃપાએ શ્રધ્ધા સાથ,મળે જીવનમાં જ્યાં  ભક્તિની છે લાજ
રામ શ્યામની લગની આજ,ભવસાગરના બંધન ના લાગે સાથ

કરુણાનિધાનની  છે કરુણા અપાર,ના  જીવનમાં તેની કોઇ ખોટ
લાગશે જીવન વણકલપ્યુ છેક,જ્યાં જલારામને સાથે સીતારામ

માયા વળગી જ્યાં જન્મ મળ્યો,મળી જીવનને ઝંઝટ જાણેઅનેક
ના છુટશે કે  કોઇ  છોડાવે,જે મળે  જીવને જન્મ મળે વળગે  છેક

કુદરતના આ અનંત રુપ, જાણી છોડજો મોહ ને કરજો હૈયાથી દુર
ના રાખજો માયાનો કોઇ લોભ, કરજો અંતરમાં કાયમ પ્રભુનો મોહ

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

June 2nd 2008

સંતનું આગમન

                       shantiprasad.jpg                  

                             સંતનું આગમન
૨/૬/૨૦૦૮                                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિમાં છે એ શક્તિ,જે બીજે ક્યાંય નથી
                જલાસાંઇની એ ભક્તિ,જે જગમાં ક્યાંય નથી
પ્રેમભક્તિમાં મળતી પ્રીત,જે શોધે મળે નહીં
              અનંતઆનંદ હૈયે થાય,જે સદા ભક્તિથી થાય
સુખદુઃખની વ્યાધી જાય,જે સાચી સેવાથી થાય
             આંગણું આજેપાવનથાય,જ્યાં સંત આવ્યા દ્વાંર
સહજાનંદનું સ્મરણ થાય,હૈયે ટાઢક થતી જાય
              જીવની ઝંઝટ ટળતી જાય,જ્યાં પ્રેમેભક્તિથાય
નિર્મળ મન ને નિર્મળ તન,સંત પધારે જોઇ મન
                  આંગણું પાવન થતું  થાય જે ભક્તિમાં ન્હાય
લાઠીદળથી સ્વામી શાન્તિપ્રસાદ,પધાર્યા દ્વારે આજ
              શક્તિ ભક્તિની ના કળાય જે મનાય અપરંપાર
મુક્તિ જીવને મળતી જાય,જે જીવન તરસે આજ
                મનથી સાચીભક્તિ થાય,જ્યાંપ્રેમસ્નેહ સદાવહે
પામી કૃપા આ પામર જીવ,પામશે શક્તિ મુક્તિની
              પ્રદીપ રમાના હૈયે હેત,લાવ્યુ જલાસાંઇથી પ્રીત
સદા સંતનો સહવાસ, જે લાવ્યો ભક્તિમાં ઉજાસ
               નિરખી અનંત આનંદ થાય,મનડુ સદા હરખાય

#########################################

« Previous Page