October 7th 2008

રામજી કે કાનજી

…………………… .  રામજી કે કાનજી 

તાઃ૭/૧૦/૨૦૦૮ ……………………પ્રદીપ બ્રહ્મભટ્ટ 

રામજી ભજી લે તુ, કે કાનજી ને મનાવી લે તુ
પ્રેમથી ભજીશ ત્યાં ઉજ્વળ જીવન બનાવીશ તુ
                                ……….. રામજી ભજી લે તુ

સંસારના સંગમાં ને ભક્તિના રંગમાં જાણી લેજે
લાલચ મોહ ને મિથ્યા જીવનમાં ગણીને જીવજે
મળશે જીવનમાં શાંન્તિ સાથે સ્નેહને પામીશ તું 
માયાતારી રાખજે રામથી કાનાનીપ્રીતને પામજે
                                   ……..રામજી ભજી લે તું

સતની કસોટી મળશે હમેશા ડરતો નહીતુ જગમાં
સૃષ્ટિ કર્તા ને દુઃખ હરતા તારી સાથે પળપળમાં
કોઇ સહારો તને નામળે તોય જીવન ઉજ્વળદીસે
રામરામ સીતારામ કે કૃષ્ણ ને રાધેશ્યામ તું રટજે
                                     ……રામજી ભજી લે તું

=====================================

October 7th 2008

સંસારની સરગમ

………………..    સંસારની સરગમ 

તાઃ૬/૧૦/૨૦૦૮ ………………….. પ્રદીપ બ્રહ્મભટ્ટ

સંસારની સરગમ એવી, સુખદુઃખની સાંકળ જેવી
ના એમાં કોઇ ક્ષતી,જીવના કર્મની સાથે એ જતી
                            ……….સંસારની સરગમ એવી

લણી લીધુ ને વણી લીધુ એ જગમાં લાગે સીધુ
ના સમઝમાં આવે કે ના મનમાં કાંઇ સમઝાયુ
પરમકૃપાળુ ને છે દયાળુ જેણે જગને જીવનદીધુ
વીતી ઘડીઓ ભુલી જઇને તું સમયને પકડી લેજે 
 ……………………… ………સંસારની સરગમ એવી 

મિથ્યા બનશે જીંદગી તારી, પારખી શકે ના પળ
લેજે જીવનમાં ભક્તિને સાથે તું જીવન સાર્થક કર
તાલ જીવનમાંમેળવી ચાલજે,તનેમળશે ચઢઉતર
મેળવીપ્રેમ માબાપના ને સ્નેહસંભારણા પણ લેજે
.                             ……..સંસારની સરગમ એવી

00000000000000000000000000000000000000000000000

October 6th 2008

આપણા માબાપ

                             આપણા માબાપ

તાઃ૩૦/૯/૨૦૦૮ ………………………..પ્રદીપ બ્રહ્મભટ્ટ
અંતરમાં અનંત આનંદ થાય,
……………………..  ને હૈયું પણ આનંદે ઉભરાય
પ્રેમની પાવકતા જ્યાં મળ્યા કરે
                        ને જીવન પ્રેમે ઉજ્વળ દેખાય
લાગણી શોધવી જગમાં ના પડે
                       ને વર્ષા પ્રેમની કાયમ પડ્યાકરે
હૈયુ જ્યાં ભટકાય જીવનમાં
                         ત્યાં સાચી પ્રેમની જ્યોત મળે
લીધા જ્યાં અંતરથી આશીર્વાદ
                         ને કરુણા પ્રેમની સદાવહ્યા કરે
માની લાગણી ને પ્રેમ પિતાનો
                         જ્યોત જીવનમાં સદા જલાવે
ના વ્યાધી કે આવે ઉપાધીક્યારે
                        કૃપા કરુણાની મનથી જ્યાં મળે
લાગણી પ્રેમ મોહ માબાપના
                    લાવે જીવનમાં આનંદ જે સદા વહે.

——————————————————

October 6th 2008

શીતળતાનો સંબંધ

………………………  શીતળતાનો સંબંધ

તાઃ૯/૯/૨૦૦૮ …………………………પ્રદીપ બ્રહ્મભટ્ટ

#  જનજીવનમાં જ્યારે મન મળે ત્યારથી જીવનમાં શીતળતાનો
  સહવાસ થાય છે.
# મનુષ્યના જીવનમાં જ્યારે સાચો પ્રેમ મળે ત્યારે તે જીવનમાં
  શીતળતાનો અનુભવ કરે છે.
#  પ્રેમનો સહવાસ શીતળતા રેલાવે છે.
# સંતાન અને માબાપનો પ્રેમ શીતળતા આપે છે.
# ચાંદાની ચાંદની પૃથ્વીના જીવોને શીતળતા આપે છે.
# સાચો પ્રેમ પતિપત્નીના જીવનને શીતળ બનાવે છે.
# જ્યાં પ્રેમનો સહવાસ હોય ત્યાં શીતળતા શોધવી ના પડે કારણ
  સાચા પ્રેમની નિશાની જ શીતળતા છે.
# ભાઇ બહેનનો સાચો પ્રેમ પણ શીતળતા રેલાવે છે.
# શીતળતા એટલે શાંન્તિ અને નિશ્વાર્થ ભાવના.
# સહાધ્યાયીનો પ્રેમ પણ શીતળતાનો સ્પર્શ કરાવે છે કારણ તેમાં
     એક બીજાને મદદ કરવાની ભાવના સમાયેલ છે.
# સમયસર થયેલ કોઇપણ કામ જીવનમાં શીતળતા લાવે છે.
# સાચા સંતની સેવા ભક્તિજીવનમાં શીતળતાનો સંગાથ આપે છે.

 શીતળતા એટલે મનુષ્ય જીવનમાં મનની શાંન્તિ અને જીવને આનંદ.
====================================================

October 6th 2008

जीवन शाला

……………………    जीवन शाला

ताः२१-९-१९७५ …………प्रदीप ब्रह्मभट्ट

बचपन खेला अपनोंके बीच
…                          ये है अपने जीवनकी रीत
क्या कुछ कर पायेगे हम,
..  ……………….     जबतक हमको ग्यान नहीं
छोड के हम बेगानापन,
…..                       सोचे हम जीवनका कल्याण
तब पढनेकी हुइ तमन्ना मनमें
……………… …     खेलेंगे हम जीवनका संग्राम
आये है हम अपनी खातीर,
                       विध्यालयमें विद्वानोकी चलके
अमर भावना पुरी करेंगे
……………..      हम अपने गुरुजनोकी वानीको
कैसे भुलेगे हम उनको,
……………….    जीनसे दीखाइ जीनेकीराह हमे
‘परदीप’ बनके हम जीवनमें
……………….    करके जीवनशाला का सन्मान.

===========================================

October 6th 2008

જય શ્રી હનુમાન

                          જય શ્રી હનુમાન

તાઃ૪/૧૦/૨૦૦૮                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

લીધો અવની પર અવતાર,કરવા ભક્તિનો સત્કાર
લીધીગદા પ્રભુએ હાથ,કરવા જગે અસુરોનો સંહાર 
….બોલો જય જય હનુમાન,બોલો જય શ્રી હનુમાન.

રામની લીધી છાયા, જ્યાં છોડી જગતની માયા
મનથી કીધી માળા, ને દુર કરી પાપની છાયા
પવનદેવનાપુત્ર ને મા અંજલીના વ્હાલાસંતાન
કીધા સેવાના કામ ને બન્યાછે ભક્તોના આધાર
…..એવા પવનપુત્ર હનુમાન બોલો જયશ્રી હનુમાન.

પાપનો પોકાર થયો, ત્યાં  રાવણ ને કર્યા મહાત
સીતાજીના સૌભાગ્યનો જગતમાં કર્યો જયજયકાર
પરઉપકારી બનીરહીને કરી સાચા ભક્તોની સેવા
શ્રધ્ધા વિશ્રાસને રાખી સાથે, દીધી પ્રેમની જ્વાળા
….એવાહનુમાનદાદાપુજાય ને બોલાય જયશ્રીહનુમાન

કરતાંજગમાં કામજ એક,મળે શ્રધ્ધાનીમહેંક અનેક
આવી આંગણે પાવન કરતાં ન પ્રેમથી દેતા સ્નેહ
લાગણી હૈયે સદા રાખી ને જપતા શ્રીરામનીમાળા
સદા સ્નેહ ને ઉભરે પ્રેમ, જ્યાં સાચી ભક્તિ છે નેક
….એવા હનુમાનજી પુજાય ને બોલાય જયશ્રી હનુમાન

############################################

October 3rd 2008

પાન ચટાકેદાર

                       bharatbhai.jpg                  

                           પાન ચટાકેદાર

તાઃ૨/૧૦/૨૦૦૮                   …….પ્રદીપ બ્રહ્મભટ્ટ

હું પાન બનાવું એવું લાગે ભારતમાં ખાવ એવું
અરે ચટક મસાલેદાર ને નાખુ ઇજમૅટ પણ થોડું
સ્વાદની તો વાત ભઇ કોઇનાથીય ના કહેવાય
 ……………………………………….. …..હું પાન બનાવું એવું. 

સોપારી તો સુગંધવાળી ને સાથે લઉ વલીયારી
મોંમાં મુકતા યાદઆવે ભઇ આણંદની ઉંડીશેરી
કોપરાની સુગંધ પણ લાવે છે મુકતા મોંમાં પાણી
…………………………………………  …..હું પાન બનાવૂ એવું.  

ડૉલર લઉહું એક ને પાન દઉ લવિંગ લગાવી એક
મીઠી સોપારી ને ધાણાની દાળ પણ શેકેલી હું દઉ 
નાગરવેલનું પાન તાજુ ને લગાવુ ચુનોકાથો અહીં
…………………………………………  …..હું પાન બનાવું એવું. 

પ્રેમ લઇને તમે આવ્યા હું પાન પણ દઉ છુ પ્રેમે
આજેઆવ્યા ટેસ્ટ પાનનો એવો આવશો દોડીકાલે 
ફરી ફરી યાદ આવશે તમને મારું પાન ચટાકેદાર
  …………………………………………..હું પાન બનાવી એવું.

++++++++++++++++++++++++++++++++++++++++++                                      

October 2nd 2008

જીંદગીની ગાડી

…………………….  જીંદગીની ગાડી

તાઃ૧/૧૦/૨૦૦૮                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનનો મેળ પડે જ્યાંજગમાં,નીરખે શીતળ ગાડી
આધી વ્યાધી થોડી ઉપાધી,સાથે મળી ભઇ ભાગે

મળતો પ્રેમને સ્નેહપણ જીંદગીએ લપટાઇ જાય
સુખદુઃખની સાંકળ પકડીને, માનવ મનડાં નાચે

સંતાન મળે જ્યાં સ્નેહથી, ત્યાં પ્રેમ વહેંચાઇ જાય
પ્રેમનીપામેલ સપાટીએ,જીંદગીની ગાડીધીમીથાય

આગમનને વિદાય થાય નીજ જીવે સૃષ્ટિલપટાય
અગમ નીગમના ભેદને જાણી મુક્તિ મેળવી જાય

સ્નેહ પ્રેમની જ્યોત મળે ને આંગણુ પણ શોભાય
મળીગયા જ્યાં મનડાંહેતે,ઉજ્વળ જીંદગીજીવાય.

”””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””’

October 2nd 2008

ગરબે ઘુમતી નાર

………….   ………. ગરબે ઘુમતી નાર

તાઃ૧/૧૦/૨૦૦૮ ………………… પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગરબે ઘુમતી નાર, મા અંબા જોઇ હરખાય
તાલીઓના તાલે ગાય,મા નીરખી રાજીથાય
   …………………………….. …..નાર ગરબે ઘુમાતી જાય.

જળહળ જ્યોત થાય, જ્યાં માની મહેર થાય
આનંદ આનંદ વરતાય,ને માડી રાજી થાય
   …………… ………………………નાર ગરબે ઘુમતી જાય.

શીતળ માનો છે સ્નેહ,ને આશીશ દેતી જાય
મનડાં રાજી થાય, ને અંતર આનંદે ઉભરાય
 ………………………………………નાર ગરબે ઘુમતી જાય.

લાગી માડી ભક્તિ તારી, ગરબે મહેંકી જાય
તાલતાલમાં રહેતી નારી,માવડી હરખે આજ
……………………………………….નાર ગરબે ઘુમતી જાય.

નવરાત્રીની ભક્તિનિરાળી, મૈયાની કૃપાથાય
ગરબે ઘુમતા નરનારી,જીવ ભક્તિએ બંધાય
……………………………………….નાર ગરબે ઘુમતી જાય.

=========================================== 

October 1st 2008

માને ગરબે

               nav-ratri.jpg                    

                          માને ગરબે

તાઃ૧/૧૦/૨૦૦૮                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

માડી તારા ગરબે ઘુમવા આવી,
……………………….. ……હુ ગરબે ઘુમવાને આવી
તારી ચુંદડી છે લહેરાઇ ઓ અંબે મૈયા
 ………………………… ….હું ગરબે ઘુમવાને આવી
ગરબાના તાલે હું પ્રેમે વંદુ ઓ ગબ્બર વાળી
………………………….  ….હું ગરબે ઘુમવાને આવી
કંકુ ને ચોખા હાથે લઇને પુજવા ને આવી
…                        ….હું ગરબે ઘુમવાને આવી
તારી કૃપાએ મા પારણા મેં બાંધીને મા
………………………………હું ગરબે ધુમવાને આવી
કાળકામા ને સાથે અંબે મા ઘુમે બહુચરવાળી
…..                      …..હું ગરબે ઘુમવાને આવી
તાલીઓના તાલમાં ને ગરબાના ગાનમાં
…………………………….હું ગરબે ઘુમવાને આવી
હાથ પકડજે ને હામ દેજે જીવનમાં સંગાથી
……………………………….હું ગરબે ઘુમવાને આવી.
જગની માતા જગત જનની પ્રેમે હાથ પકડજે
………………………….. ….હું ગરબે ઘુમવાને આવી.

++++++++++++++++++++++++++++++++++++++++++=
નવરાત્રીના દીવસોમાં મા સૌ ભક્તો પર કૃપા કરી જીવનનૈયા
પાર ઉતારે તેવી પ્રાર્થના.

« Previous Page