પારકુ ધન
પારકુ ધન
તાઃ૩૦/૬/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અશોકભાઇની લાડલીદીપલ ને સરોજબેનની વ્હાલી
જુન ૩૦ની મંગળ સાંજે દીકરી સંસારની રાહે ચાલી
………અશોકભાઇની લાડલી.
પ્રેમ મેળવી માબાપનો,લાડલી વૈભવની એ બહેન
સુખદુઃખની આ સાંકળમાં, પ્રભુ સદા રાખે હેમખેમ
મળતો સ્નેહ સગાવ્હાલાનો ત્યાં પ્રેમાળ જીવનથાય
ભણતરનીસીડી પકડીત્યા ઉજ્વળજીવનજીવતીજાય
……. અશોકભાઇની લાડલી.
રમેશલાલ કહે એ મારીદીકરી, દક્ષા પ્રેમે કહે અમારી
દીપલ છે એવી પ્રીતવાળી, લાડલી સૌની થઇ ગઇ
આશીર્વાદ રમા પણ આપે,રાખી દીપુનિશીતને સંગ
રવિનુ પણ હૈયુ હરખાય, જુએ કલ્પેનકુમાર નો પ્રેમ
……..અશોકભાઇની લાડલી.
૧૯૮૫માં માર્ચની ૨૨તારીખે,દીપલ જન્મી પેટલાદમાં
દીપલ નામ મેળવ્યુ જગત પર,ને દીપ બની પ્રકાશે
માબાપના પ્રેમની વર્ષાએ સદા જીવ આનંદે મલકાય
પ્રેમેઆશીશ પ્રદીપ દે જ્યાં દીપલ પારકુધન થવાજાય
…….અશોકભાઇની લાડલી.
ૐૐૐૐૐૐૐૐૐૐૐૐ(ં)ૐૐૐૐૐૐૐૐૐૐૐૐ
ચી.દીપલ આજે વિવાહના બંધનમાં ચી.કલ્પેનકુમાર સાથે
બંધાઇ તે નિમિત્તે પુ. જલારામબાપા અને પુ. સાંઇબાબાને પ્રાર્થના
સહિત વિનંતી કે ચી.દીપલ તેના લગ્નજીવનમાં સદા સુખીરહે અને
તેનુ તથા પરિવારનું સર્વ રીતે રક્ષણ થાય તેવા આશીર્વાદ સહિત.
પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા પરિવારના જય જલારામ
તાઃ૩૦/૬/૨૦૦૯.(હ્યુસ્ટન.)
================================