July 26th 2009

ગામનો વાઘરી

                   ગામનો વાઘરી

તાઃ૨૬/૭/૨૦૦૯              પ્રદીપ બ્રહ્મભટ્ટ

હું નાપા ગામનો વાઘરી, નામ મારું ભઇ ઝુડીયો
જ્યાં ગંધ ગામમાં આવે,ત્યાં દોડીદુર તેને કરતો
                    ……..હું નાપા ગામનો વાઘરી.
ગામમાં મારું ઘર છેવાડે,ના રહે કોઇ મારી પડખે
એકલો રહેતો ઘરવાળીસાથે,ને છોકરાંનોપ્રેમલેતો
બે મારા પોયરા મોટા, ને નાની મારે એક પોયરી
ગાંમમાં ના રહેતા અમે,છેવાડે નાની એક ઝુંપડી
                     ……..હું નાપા ગામનો વાઘરી.
મરણ થાય કે ગંદકી વધે, દોડી ગામમાં હું જાતો
રાહ સૌ મારી ત્યાં જુએ,ને પ્રજા ગંધથી દુર ભાગે
કામમારું સાફ કરવાનું,પણ સાથના મારેકોઇલેવો
એકલાહાથે ગામસંભાળું,તોય ગામમારાથીઅળગુ
                     ……..હું નાપા ગામનો વાઘરી.
ગંદવાડો તો લમણે લખણો,ના તેમાં છે કોઇ મેખ
નાક નાબંધ કરીનેફરતો,તોય ગંદકીજસાફ કરતો
આખું ગામ હું સાફ તો રાખુ, ના ગામમાં હું રહેતો
સૌદુર રહેતાગામમાં મુજથી,તોયખુશસૌનેહું કરતો
                     ……..હું નાપા ગામનો વાઘરી.

૫૫%%%%%%%%%%%%%%%%%%%%%%%%૫૫

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment