શ્રાવણનો સોમવાર
શ્રાવણનો સોમવાર
તાઃ૨૭/૭/૨૦૦૯ સોમવાર પ્રદીપ બ્રહ્મભટ્ટ
મહાદેવને ચરણે વંદન, પુંજન અર્ચન કરીએ
આરતી કરીએ પ્રેમ ભાવથી, ધુપદીપ ધરીએ
……મહાદેવને ચરણે વંદન.
આવજો સોમવાર પ્રભાતે, શ્રાવણ માસના રંગે
ધુપદીપને દુધ છે હાથે, લાવજો ગૌરીમાને સંગે
ભોલેનાથના ચરણેવંદન,ડમરુ મૃદંગ જ્યાં ગાજે
કૃપા પામવા પ્રદીપ વંદે,સંગે લઇ રમાને આજે
……મહાદેવને ચરણે વંદન.
બંમબંમ ભોલે મહાદેવ, દેવાધીદેવ જગે કહેવાય
કૃપા મળીજાય આભવે,તો પાવન જન્મ થઇજાય
ગજાનંદનો પ્રેમ મળે જ્યાં,ભવ જ બદલાઇ જાય
દુધઅર્ચન શિવલીંગે થાય,ત્યાં જગનાબંધનજાય
……મહાદેવને ચરણે વંદન.
((((((ૐ નમઃ શિવાય,ૐ નમઃ શિવાય,ૐ નમઃ શિવાય))))))