મા તારા શરણે
મા તારા શરણે
તાઃ૨૯/૭/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મનથી માગું મા પ્રેમ તારો, પ્રભાતના પહેલા કિરણે
ઉજ્વળ જીવન પાવન કર્મ,ભક્તિ સંગે આવજો અંગે
……મનથી માગું મા પ્રેમ.
રાખુ શ્રધ્ધા વિશ્ર્વાસ મા તારો,પકડજે મા હાથ મારો
આવી આંગણે કૃપા દેજો મા,મુક્તિ દેજો મા આ જન્મે
નારહે અપેક્ષા કે કોઇભાવના,જીવને શાંન્તિ મળે જગે
પામર જીવન ને મિથ્યા મોહ, વળગી ચાલે આ દેહે
…….મનથી માગું મા પ્રેમ.
પકડજો મા હાથ મારો,રહેજો આ પામર જીવન સંગે
ના માયા ના મોહ વળગે,ને કર્મથી રાખજો ઉજવળ
આવી આંગણે દર્શન દેજો,માનવ જીવનની પ્રભાતે
તારાચરણે નમન નિશદીન,રાખી સ્નેહશ્રધ્ધા આદેહે
……. મનથી માગું મા પ્રેમ.
===============================