July 31st 2009

ઘરગથ્થુ ઇલાજ ‘પ્રેમ’

           ઘરગથ્થુ ઇલાજ

                         પ્રેમ

 તાઃ૩૦/૭/૨૦૦૯                પ્રદીપ બ્રહ્મભટ્ટ

એક નજર જ્યાં પડે પ્રેમની, ભાગે દુઃખડાં દુર
આવે સ્નેહના વાદળ ઘેરા,મળે જીવનમાં ચૈન
                                  ……..એક નજર જ્યાં પડે.
હૈયાનીએ વરાળ વ્હાલી,જીવ જગતના જાય હાલી
પ્રેમનીઆવે વરાળથોડી,મળીજાય અમૃતની ઝોળી
જ્યાં લાગણીવળગી ચાલે દેહે,નામાગણી રહે સહેજે 
અંતરનો ઉમંગ અનેરો,આવે જીવનમાંએ અલબેલો
                                   ……..એક નજર જ્યાં પડે.
દવા દારુ ના કામ જ આવે,ના કોઇ કરી શકે ઇલાજ
વ્યથા ત તનથી દુર જ ભાગે,જ્યાં મળે હૈયાનો હાર
મળતી માયા જ્યાં કાયાની,ત્યાં વ્યથા વધતી જાય
કુદરતની એ કારીગરી,વ્યથાઓ પ્રેમથી અળગીથાય
                                      ……..એક નજર જ્યાં પડે.
મંગળકારી છે ગગન વિહારી,જીવજગતની વૃત્તિ દેખે
માનવમનને પારખી લે ત્યાં,જગે ભક્તિ વધતી લેખે
સરળતાના પાવનપગલે,જગમાં જીવન ઉજ્વળથાય
સાચાપ્રેમને પારખી લેતા,જગતમાં ઇલાજ મળી જાય
                                     ……..એક નજર જ્યાં પડે.

=================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment