January 9th 2010

ગામના મુખી

                   ગામના મુખી

તાઃ૮/૧/૨૦૧૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમના મુખથી શબ્દો સરતા,
                  નિર્મળ ઉજ્વળ જીવન જીવતા
નાતજાતનો ભેદભગાડી,સાત્વીક જીવનપ્રેમ લેતા
એવા મુખી શંકરદાદા,ગામમાં કેમ છે સૌને કહેતા
                      …..પ્રેમના મુખથી શબ્દો સરતા.
મળીગયેલ માબાપનોપ્રેમ,ને સગા સંબંધીનો સ્નેહ
પ્રેમીજીવન જીવતાસંગે,આનુઆને ન કરવાનીટેવ
માગણી ના કરતું કોઇ,તોય સદાસહારો સૌને એ દે
ભક્તિસંગે જીવન રાખી,ઉજ્વળ જીવન ગામમાં લે
                  ……….પ્રેમના મુખથી શબ્દો સરતા.
ભણતરનાસોપાન મહેનતે,જરુર જેટલામેળવીલીધા
કરીયાણાની દુકાન ખોલી,સૌનાપ્રેમ મનથીએ લેતા
ભાવતાલની ના લમણાકુટ,સ્નેહ પ્રેમનીજ્યોત દેતા
નાતજાતકે કોમવાદના,નાકોઇ સ્પંદનમનમાં રહેતા
                     ………પ્રેમના મુખથી શબ્દો સરતા.
ઉંમરને ના અટકાવી શકે કોઇ,જેને જગમાં જ્ન્મમળે
૮૭નીપાકટ ઉંમરે પણ,ઘરમાં બેઠા તકલીફને દુરકરે
સમજમાનવીની જ્યાંઅટકે,ત્યાંબારણે આવીઉભા રહે
માર્ગમોકળો કરતાંમુંઝવણનો,અંતરથી સૌનોસ્નેહમળે
                    ……….પ્રેમના મુખથી શબ્દો સરતા.

++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment