February 3rd 2010
	 
	
	
		                            અહંમ મારો
તાઃ૨/૨/૨૦૧૦                                  પ્રદીપ બ્રહ્મભટ્ટ
અહંમ મારો ઓગળી ગયો,જ્યાં પડી કુદરતની ઝાપટ
માનતો હું એકલો જ છુ હોશિયાર,બીજાબધા ના પાકટ
                           ……….અહંમ મારો ઓગળી ગયો.
કૉલરને તો ઉંચા રાખતો ચાલુ,ને ગળે પહેરતો હું ટાય
બુટ પહેરુ હું  ઉંચી એડીવાળા,ને પેન્ટ પહેરુ અમેરીકન
પટ્ટો કેડ પર ચામડાનો  બાંધુ,જાણે કોઇ મને ના પકડે 
માનું એમ કે હું જ લખું,ના બીજા કોઇમાં છે આવડત
                          …………અહંમ મારો ઓગળી ગયો.
નામતો મારું પ્રદીપ છે,પણ ના દીપ બનીને હું પ્રકટુ
અહંમ મારે આંગણે હું આંણુ,પણ શરમ મને ના આવે
આંખ મારી આજે ખુલી,જ્યાં સાચી સમજ મને આવી
સ્નેહી,સંબંધી અને મિત્રોને જોતાં,નમન કરુ ભઇ આજે
                            ……….અહંમ મારો ઓગળી ગયો.
++++++++++++++++++++++++++++++++++
	 
	
	
 
	
	 February 3rd 2010
	 
	
	
		                             ભક્તિભાવ
તાઃ૨/૨/૨૦૧૦                              પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મ મળતાં જગમાં જીવને,મુક્તિમાર્ગ મળે અનેક
પરમાત્માની ત્યાં કૃપા મળે,જ્યાં ભક્તિભાવમાં ટેક
                         ……….જન્મ મળતાં જગમાં જીવને.
અજાણતાએ જો દેહે મોહ મળે,જે સમયે ભાગી જાય
માનવતાની ના મહેંક કોઇ,પુર્વ જન્મની દે એ સાથ
મળતી સાચીરાહ એને,જે જીવને મુક્તિએ લઇ જાય
સમયની વ્યાધી ભાગીચાલે,જ્યાં ભક્તિપ્રેમથી થાય
                         ……….જન્મ મળતાં જગમાં જીવને.
નિર્મળ પ્રેમ ને સાચોસ્નેહ,જીવન દેહને એ દઇ જાય
સરળતાનો સાથરહે જીવનમાં,ને પવિત્રજીવન થાય
ડગલે પગલે પ્રભુનોસાથ,દેહની આંગળી પકડી જાય
બચી જાય આ માનવ દેહ,ને ઉપાધીઓ  ભાગી જાય
                       ………..જન્મ મળતાં જગમાં જીવને.
ક્યારે ક્યાંની ના ચિંતા,જ્યાં સધળુ પાસે આવી જાય
જગતઆધારી અતિ દયાળુ,જે ભક્તિભાવે મળી જાય
માળાનો નામોહ રાખતાં,હરપળ હ્રદયથી સ્મરણ થાય
ના જીવને માયા વળગે, કે ના ધરતીએ આવવું  થાય
                        …………જન્મ મળતાં જગમાં જીવને.
==================================