હોળી આવી
હોળી આવી
તાઃ૭/૨/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હોળી આવી હોળી આવી,લઇને પ્રેમે પ્રભુની ઝોળી
મોહમાયાના બંધન તોડી,જીવનમાં લઇ લો પહેલી
                         …….ભઇ હોળી આવી હોળી આવી.
માનવદેહના કર્મ બંધન,પાપ પુણ્યથી  હોય ભરેલા
ભક્તિની કેડીના સંગે રહેતા,જીવનમાં નડતર ભાગે
માયા જગમાં જ ફરતી ચાલે,શોધી જીવનએ વિખેરે
ના અણસાર મળે દેહને,એજીવને મુક્તિમાર્ગથી રોકે
                      ……….ભઇ હોળી આવી હોળી આવી.
હોળીનો તહેવાર જીવને,જગતમાં પાપથી  દુર રાખે
જીવના પાપકર્મને બાળે,જ્યાં જીવને ભક્તિ મળે રે
નાશ થાય જ્યાં પાપનો,ત્યાં જન્મ સફળ થઇ જાય
ધુળેટીના રંગોમાં રહેતા,મળેલ જન્મ ઉજ્વળ દેખાય
                        ………ભઇ હોળી આવી હોળી આવી.
હિન્દુ ધર્મના દરેક તહેવારે, સંકેત જીવને મળે અનેક
કુટુંબની લાગણી મળતાં,અનંત પ્રેમ બંધનમાં દેખાય
જીવને મળતાં જગનાતહેવારે,સાર્થકજન્મ કરી જવાય
પળપળ સાચવીલેતાં જીવને,જન્મ સફળ થતો દેખાય
                         ………ભઇ હોળી આવી હોળી આવી.
++++++++++++++++++++++++++++++++++