February 11th 2010

શુભેચ્છા

                             શુભેચ્છા

તાઃ૧૧/૨/૨૦૧૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિત્ય સવારે દર્શન કરતાં,અનંત આનંદ થાય
હૈયે  હેત મળે જ્યાં મનથી,શુભેચ્છા પુરી થાય
                ……….નિત્ય સવારે દર્શન કરતાં.
બાળકની માયાને જોતાં,માબાપ ખુબ જ હરખાય
જીવનના સોપાને પહેલી,જ્યાંપાપા પગલી થાય
એક ડગલુ ચાલતા અવની એ,જીંદગી શરૂ થાય
પ્રભુકૃપાને પામતાં,માબાપની શુભેચ્છા પુરી થાય
                   ………નિત્ય સવારે દર્શન કરતાં.
જુવાનીના જ્યાં દ્વારેઆવે,ત્યાં મહેનત મળી જાય
તન મનથી એ કરતાં દીલમાં,શાંન્તિ ને સહેવાય
એક કદમ ચાલવા જ્યાં, સાથ સહવાસીનો થાય
શુભેચ્છાઓની વર્ષાવરસે,ને સગાઓ સૌ હરખાય
                ……….નિત્ય સવારે દર્શન કરતાં.
દ્વાર ખુલે જ્યાં ઘડપણના,ત્યાં ભક્તિ ને પકડાય
દેહને શાંન્તિ મળે ત્યારે,જ્યાં પ્રભુકૃપા મળીજાય
નાઅપેક્ષારહે જીવની,ત્યાંદેહ આકુળવ્યાકુળ થાય
શુભેચ્છાની અપેક્ષારહે જીવને,મુક્તિ લેવાને કાજ
                    ………નિત્ય સવારે દર્શન કરતાં.

==============================