સંદેશો
સંદેશો
તાઃ૧૫/૨/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કરુણાસાગર આંગળી ચીંધે,ના કોઇને એ દેખાય
સંદેશો પળવારમાંમોકલે,જ્યાં પડતો બચી જાય
                 ……….કરુણાસાગર આંગળી ચીંધે.
પવિત્રજીવ આવે અવનીએ,સંદેશો ભક્તિનો દેવા
માનવતાની મહેંક હોય,ત્યાં એ પ્રભુ કૃપાને જોવા
આંગળી ચીંધે એઆત્માને,જે ભજનભક્તિમાં આવે
જીવન ઉજ્વળ ત્યાં દેખાય,જ્યાં જીવે શાંન્તિ લાવે
                   ………કરુણાસાગર આંગળી ચીંધે.
માબાપના પ્રેમનો સંદેશો,સંતાને વર્તનમાં દેખાય
ઉજ્વળ ભાવિ સંતાનોના,અંતરે આશીર્વાદ લેવાય
પ્રેમની માગણી ના કરવી પડે,ને મળી જાય સ્નેહી
જીવનમાં ડગલે પગલે આવે,શીતળની દરેક લહેરી
                    ………કરુણાસાગર આંગળી ચીંધે.
==============================