February 22nd 2010

ભક્તિનો સહવાસ

                        ભક્તિનો સહવાસ

તાઃ૨૨/૨/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

મુંઝવણ આવે જીવનમાં,ત્યાં અકળામણ આવી જાય
સમજનો સથવાર નારહે,ત્યાં દુઃખનોભંડાર મળીજાય
                                 ………..મુંઝવણ આવે જીવનમાં.
સમજણનો સહવાસ મળે,ત્યાં ડગલેપગલે વિચારાય
આવતી વ્યાધી અટકીજાય,જ્યાં પ્રભુકૃપામળી જાય
શીતળસ્નેહની વર્ષાવરસે,પણ નાજીવનમાંસમજાય
લોભમોહનો સંગાથ જ્યાં રહે,ત્યાં ભવિષ્યબગડીજાય
                                 ………..મુંઝવણ આવે જીવનમાં.
ભુતકાળની ભ્રમણામાં રહેતા,આવતી કાલ વિસરાય
જીવનીઝંઝટને વળગીચાલતાં,જગેજીવન છે ક્ષોભાય
મળે જીવનેસહારો સાચાસંતનો,ભક્તિમાં મતીદોરાય
સહવાસમળે જ્યાં ભક્તિનો,ત્યાં જીવન ઉજ્વળ થાય
                                   ……….મુંઝવણ આવે જીવનમાં.

================================