June 2nd 2010

હ્રદયનો પ્રેમ

                       હ્રદયનો પ્રેમ

તાઃ૨/૬/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

પત્થર જેનો ઘા વાગે તો,ના કોઇથીય ઉભુ રહેવાય
વજ્ર જેવો ઘા વાગે તોતો,ના જગમાં એ સહન થાય
માબાપ કષ્ટવેઠે જગે,સુખી જોવા સંતાનના સોપાન
આંસુ લુછી મા દોડી આવે,ને પિતા દે પ્રેમનો પોકાર 
                             ……….. પત્થર જેનો ઘા વાગે તો.
બાળપણથી જુવાની સંગે,પળપળ માનો તો પ્રેમમળે
ભીનુ જોઇ બદલે પાટલી,ને સંતાનને એ કોરામાં મુકે
માનીસહન કરવાની રીતઅજબ,બાળકને એમળી રહે
દુધનુ પોષણ એ પ્રેમે આપી,સંતાનને સરભળતી રહે
આંખમાં એ આંસુ જુએ તો,પળમાં પ્રેમ દઇએ લુછીલે
                              ………પત્થર જેનો ઘા વાગે તો.
માયાની ના દ્રષ્ટિ માગું,ના લોભની કોઇનાની લકીર
જન્મ સાર્થક કરવા સંગે,રાખુ પ્રેમને જાણે હોય ફકીર
મમતા માતાની મળેમને,ને જીવન રહે મારું હેમખેમ
કરુણાવરસે પરમાત્માની,ને સૌનો મળે હ્રદયનો પ્રેમ
                             ……….પત્થર જેનો ઘા વાગે તો.

============================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment