June 12th 2010

નિખાલસ પ્રેમ

                     નિખાલસ પ્રેમ

તાઃ૧૨/૬/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના એ દરીયા જેવો દેખાય,કે ના દેખાય નદી જેવો
આવે આંસુબનીએ આંખે,મારો પ્રેમ નિખાલસ એવો
                      …………ના એ દરીયા જેવો દેખાય.
સંતાને સફળતા જોતાં,મારે હૈયે અનંત આનંદ થાય
સોપાન સરળ જ્યાં થઇજાય,ત્યાં જીવન ઉજ્વળથાય
સમજી વિચારી ચાલતાં,અંતરથીપ્રેમ નિખાલસ થાય
મળી જાય પરમાત્માનો પ્રેમ,જ્યાં ભક્તિ મનથીથાય
                        ………..ના એ દરીયા જેવો દેખાય.
મોહમાયાના બંધન તુટતાં,જીવનમાં શાંન્તિ મળીજાય
કળીયુગી કાતર ના ફરે,જ્યાં સ્નેહાળ સંબંધી મળીજાય
નિર્મળ પ્રેમ તો ના દેખાવનો,એતો આંખોમાં આવીજાય
ના દેહના સ્પર્શની જરૂરપડે,કે નાએ દમડીથી મેળવાય
                        ……….. ના એ દરીયા જેવો દેખાય.
જ્યોત ભક્તિપ્રેમની મળે જલાથી,જ્યાં રામનામ રટાય
સાંઇબાબાની નિર્મળવાણી,જે મનથી ભક્તિએ મેળવાય
સાચાસંતની સેવા નિરાળી,ત્યાં નામોહ કે માયા દેખાય
માળા મંજીરાય નાદેખાય,જ્યાં નિખાલસપ્રેમ મળીજાય
                            ………ના એ દરીયા જેવો દેખાય.

++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment