July 22nd 2010

વ્યાકુળ મન

                          વ્યાકુળ મન

તાઃ૨૨/૭/૨૦૧૦                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

અરે ઝંઝટ બંઝટ છોડી જગતની,તને હું પરણી લઉં
આધી વ્યાધીને તોડવા તો,મારી જીંદગી વેડફી દઉ
                      ……અરે ઝંઝટ બંઝટ છોડી જગતની.
પ્રેમ મારો છે મોતી જેવો,અને ના તેમાં છે કોઇ ડાધો
ઘરના મારા સૌ રાજીજ છે,ને નાકોઇ લેશે તેમાં વાંધો
બારણે અમારે આવશે સાથે,ત્યાંપોંકશે કંકુચોખા સાથે
મમ્મી મારી તો માયાળુછે,ને પપ્પા તો પ્રેમનોદરીયો
                      …….અરે ઝંઝટ બંઝટ છોડી જગતની.
કલમ લીધી છે હાથમાં મારે,ને ખડીયો મુક્યો બાજુમાં
પ્રેમનો આપત્ર મારો છેલ્લો,ના રહેતી જગની લાજમાં
નાપરણી મને કે ના જોયો મારોપ્રેમ,બારણે ઉભો એમ
છેલ્લા શબ્દો કલમ લખશે,ના રાખીશ કોઇ તેમાં વ્હેમ
                     ……..અરે ઝંઝટ બંઝટ છોડી જગતની.

################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment