August 15th 2011

વંદન માતૃભુમીને

.

.

.

.

.

.

.

.

.

.

.

.                       વંદન માતૃભુમીને

તાઃ૧૫/૮/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભારત મારી માતૃભુમી છે,જેનું જગતમાં ઉજ્વળ નામ
ત્રિરંગો એએકતાનું પ્રતીક છે,સન્માને વિશ્વમાં લહેરાય
.                          ………….ભારત મારી માતૃભુમી છે.
બાપુગાંધી નેતા મળ્યા દેશને,દીધો અહિંસાથી પડકાર
લોખંડી એકતા મળી સાથમાં,જ્યાં વલ્લભભાઇ જોડાય
અનેક વિરોના બલિદાન થતાં,આઝાદીની કેડી પકડાય
સ્વતંત્રતાનો ડંકો વાગતાં,અંગ્રેજો ત્યાંથી ભાગીજ જાય
.                            …………ભારત મારી માતૃભુમી છે.
નાતજાતને નિચોવી નાખી,તૈયાર ભારતીઓ થઈ જાય
એકબીજાના હાથ પકડીચાલતાં,ના કોઇથી ઉભુ રહેવાય
મળી આઝાદી અમર વીરોથી,જગતમાં નામ તે બોલાય
વંદન મારી માતૃભુમી ભારતને,૧૫મી ઑગસ્ટે ઉજવાય
.                           ………….ભારત મારી માતૃભુમી છે.

**************************************
+++++++++++++++++++++++++++++++++++++

August 15th 2011

શ્રી શિવશંકર

.                     શ્રી શિવશંકર

તાઃ૧૫/૮/૨૦૧૧                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઓ શિવશંકર ઓ ભોલેભંડારી,અજબ તમારી કરુણા ન્યારી
સ્વર્ગલોકમાં ને પૃથ્વીલોક પર,કિર્તી તમારી જગમાં વ્યાપી
.                      ………….ઓ શિવશંકર ઓ ભોલે ભંડારી.
પવિત્ર શ્રાવણમાસ જગતમાં,પવિત્રજીવોએ મુક્તિ લેવાની
ભક્તિ પ્રેમથી પાવન જીવન,જીવને સાચીરાહ છે મળનારી
ભજન ભક્તિનો સંગ મળતાં,પાવનકર્મ એ દેહે  કરાવનારી
ભોલેનાથની શક્તિન્યારી,જીવને જગથીમુક્તિ એજ દેનારી
.                    ……………ઓ શિવશંકર ઓ ભોલે ભંડારી.
સોમવારની આ શીતળપ્રભાતે,શ્રાવણમાસનો મહીમા જાણી
ૐ નમઃ શિવાયનું સ્મરણ કરતાં,જીવદેહને સદમાર્ગ દેનારી
મુક્તિમાર્ગની દોરછે ન્યારી,ભક્તિ પ્રેમથીજ મેળવી લેવાની
ગજાનંદની કલમનિરાળી,માતાપિતાની કૃપાએ મેળવવાની
.                       …………ઓ શિવશંકર ઓ ભોલે ભંડારી.

++++++++++++++++++++++++++++++++++

August 15th 2011

ભવબંધન

.                            ભવબંધન

તાઃ૧૫/૮/૨૦૧૧                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ જીવની જ્યોત નિરાળી,ભક્તિ ભાવથી પ્રગટી જાય
સફળ જન્મની એકછે સાંકળ,જગના ભવબંધન છુટી જાય
.                     …………..જન્મ જીવની જ્યોત નિરાળી.
નિત્ય મોહ ને માયા છુટતાં,પાવનકર્મ જીવે સમજાઇ જાય
આવતીકાલ ઉજ્વળ બનતા જીવનો,જન્મસફળ થઈ જાય
મળે પ્રેમપરમાત્માનો દેહને,ત્યાં દેહનાકર્મ સૌ સુધરી જાય
શ્રાવણ માસની પ્રભાત પુંજાએ,શ્રીશિવ ભોલેનાથ હરખાય
.                     ……………જન્મ જીવની જ્યોત નિરાળી.
કુદરતની અપારકૃપા મળે જીવને,જ્યાં ભક્તિભાવથી થાય
પ્રેમનાબંધન પરમાત્માથી હોય જો નિર્મળ,ત્યાં દર્શન થાય
બંધ આંખે ઉજ્વળતા સહેવાય,ત્યાં મળેલ જન્મસાર્થક થાય
સંત જલાસાંઇની મને પ્રીત મળતાં,પ્રેમેપુંજન અર્ચન થાય
.                        ………….જન્મ જીવની જ્યોત નિરાળી.

==================================