ભવબંધન
. ભવબંધન
તાઃ૧૫/૮/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મ જીવની જ્યોત નિરાળી,ભક્તિ ભાવથી પ્રગટી જાય
સફળ જન્મની એકછે સાંકળ,જગના ભવબંધન છુટી જાય
. …………..જન્મ જીવની જ્યોત નિરાળી.
નિત્ય મોહ ને માયા છુટતાં,પાવનકર્મ જીવે સમજાઇ જાય
આવતીકાલ ઉજ્વળ બનતા જીવનો,જન્મસફળ થઈ જાય
મળે પ્રેમપરમાત્માનો દેહને,ત્યાં દેહનાકર્મ સૌ સુધરી જાય
શ્રાવણ માસની પ્રભાત પુંજાએ,શ્રીશિવ ભોલેનાથ હરખાય
. ……………જન્મ જીવની જ્યોત નિરાળી.
કુદરતની અપારકૃપા મળે જીવને,જ્યાં ભક્તિભાવથી થાય
પ્રેમનાબંધન પરમાત્માથી હોય જો નિર્મળ,ત્યાં દર્શન થાય
બંધ આંખે ઉજ્વળતા સહેવાય,ત્યાં મળેલ જન્મસાર્થક થાય
સંત જલાસાંઇની મને પ્રીત મળતાં,પ્રેમેપુંજન અર્ચન થાય
. ………….જન્મ જીવની જ્યોત નિરાળી.
==================================