વાંધો ક્યાં?
. .વાંધો ક્યાં?
તાઃ૨૪/૮/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને જન્મ મળતાં દેહ મળે છે.કયો એ જીવના કર્મ પ્રમાણે મળે છે.
માનવ જન્મ મળે તો તે જીવને પરમાત્મા તક આપે છે જે ઉધ્ધાર કરી શકે.
માનવીના જીવનમાં ધણા પ્રસંગો એવા મળે છે જેમાં બીજી વ્યક્તિઓને વાંધો હોય છે.
……..જે માર્ગદર્શન આપે છે….
* સંતાન તરીકે તમે માબાપની સેવા ન કરો તો………
* માતાના પ્રેમને મેળવી તમે સંસ્કાર ન સાચવો તો…….
* પિતાનો પ્રેમ પામવા તેમણે બતાવેલ સાચી રાહ પકડીને ન ચાલો તો……..
* પ્રભુનો પ્રેમ અને કૃપા મેળવવા સાચી ભાવનાથી તમે ભક્તિ ન કરો તો…….
* પત્નીને પતિનો અને પતિને પત્નીનો સાચા સહવાસથી સાથ ન આપો તો…….
* સંતાનની ભુલને સુધારવા તેને જીવનમાં સદમાર્ગે દોરવા માર્ગદર્શન ન આપો તો……
* દેખાવની દુનીયાથી બચવા અને માનવજીવનની સાર્થકતામાં દોરવણી ન આપો તો……
* જીવનમાં મારુ અને તારુમાં ભેદભાવ રાખી જીવતા હો તો ……….
* સંજોગ અને સમયને જો તમે પકડીને ન ચાલો તો……….
* મોહ માયા અને કળીયુગની સાથે જો જકડાઇ રહેશો તો………
* સંતાનને જીવનની સાચી કેડી પકડાવી તમે સાથ નહીં આપો તો…….
* માળાના દરેક મણકે તમે પરમાત્માનું સ્મરણ નહી કરો તો………
* માનવ જીવનની કેડીને તમે પવિત્ર રાખી પળપળ નહીં સાચવો તો……..
…………..અને…………..
=====ભક્તિનો સાચો માર્ગ મેળવી તમે જન્મ સાર્થક કરશો તો મને કોઇ જ વાંધો નથી.
++++++++++++++++++++++++++++++++++++++++++++