September 7th 2011

કાગડાની ડાળ

.                 . કાગડાની ડાળ

તાઃ૭/૯/૨૦૧૧                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનની સરળ છે કેડી,જ્યાં સાચી ભક્તિપ્રીત થઈ જાય
મળતી માયામોહની સીડી,જ્યાં કાગડાની ડાળને પકડાય
.                                ……………જીવનની સરળ છે કેડી.
સંતોષ મળે છે જીવને દેહે,જ્યાં અપેક્ષાઓજ છુટતી જાય
પ્રેમ પ્રીતની અમિ દ્રષ્ટિય પડે,જ્યાં વડીલને વંદન થાય
સહારો જીવને મળે જલાસાંઇનો,ના વ્યાધી કોઇ અથડાય
નાડાળ પડે કે આદેહ પણ પડે,જ્યાં શ્રીજલાસાંઇ હરખાય
.                              ……………..જીવનની સરળ છે કેડી.
મૃત્યુ ને છે દેહનો સંબંધ અવનીએ,ના જીવ કદીય ફસાય
મુક્તિ એ પ્રીત પરમાત્માની,જે સાચી ભક્તિએ મેળવાય
જ્યાં સમયને પકડી કાગડો ઉડતાં,ના ધરતી પર પટકાય
ઉજ્વળજીવન ને શીતળભક્તિ,નિર્મળ ભાવનાએમેળવાય
.                                ……………જીવનની સરળ છે કેડી.

%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment