March 19th 2017

ઉગમણી પ્રભાત

Image result for સુર્યદેવ

.           .ઉગમણી પ્રભાત       

તાઃ૧૯/૩/૨૦૧૭               પ્રદીપ બ્રહ્મભટ્ટ

સુર્યદેવનુ આગમન અવનીએ,ઉજવળ પ્રભાત આપી જાય
જગતપર જીવતા જીવોને,મળેલ દેહથી સંધ્યાપ્રભાત દેખાય
......અજબ શક્તિશાળી સુરજદાદા,જીવોને પવિત્રરાહ આપી જાય.
મમતા છે માયાના બંધન,જે જીવને કરેલ કર્મથી સમજાય
પ્રેમપરમાત્માનો મળે દેહને,જ્યાં શ્રધ્ધાએ પુંજનઅર્ચન થાય
પાવનકર્મનીકેડી સ્પર્શેદેહને,જે નિર્મળભક્તિએ જ મેળવાય
અસીમકૃપા અવિનાશીની જગતમાં,સવારસાંજ આપી જાય
......અજબ શક્તિશાળી સુરજદાદા,જીવોને પવિત્રરાહ આપી જાય.
મળેલ માનવદેહ અવનીએ,પ્રભુકૃપાએ પાવનકર્મ કરી જાય
અંતરમાં નાકોઇ અભિલાષા સ્પર્શે,કેનાકોઇ મોહ મેળવાય
પ્રભાતે ૐ હ્રી સુર્યાય નમઃ બોલીને સુર્યદેવને અર્ચના થાય
મળેકૃપા અવિનાશીની જીવનમાં,જીવને મુક્તિરાહે દોરીજાય
......અજબ શક્તિશાળી સુરજદાદા,જીવોને પવિત્રરાહ આપી જાય.
==================================================

 

 

March 19th 2017

અંતરની અભિલાષા

.          .અંતરની અભિલાષા
તાઃ૧૯/૩/૨૦૧૭            પ્રદીપ બ્રહ્મભટ્ટ  
માગણી મારીના મનથી કોઈ,કે નાકોઇ અંતરની અભિલાષા 
પાવનરાહની પકડી કેડી ચાલતા,ના મળતી કળીયુગની કાયા 
............એ જ કૃપા જલાસાંઈની,જે જીવનમાં નિર્મળરાહ આપી જાય.
માનદેહના બંધન અનેરા,જગતમાં ના કોઇ જીવથી છટકાય 
મળે માનવતાની નિર્મળકેડી,જે જીવને સદમાર્ગેજ લઈ જાય 
ભક્તિમાર્ગની શીતળરાહે જીવતા,નાઅપેક્ષા કોઈ અડી જાય 
આવી આંગણે કૃપા પરમાત્માની,જે જીવનમાં અનુભવ થાય
............એ જ કૃપા જલાસાંઈની,જે જીવનમાં નિર્મળરાહ આપી જાય. 
કળીયુગ સતયુગ એ છે લીલા અવિનાશીની,દેહ મળે સમજાય 
માનવતાની મહેંક પ્રસરે જગતમાં,નાદેખાવ કે માળા અડીજાય 
શ્યામ રામના બંધન અવનીએ,જે પરમાત્માની જ કૃપા કહેવાય 
મા રાધા મા સિતાજી એ દેહના બંધન,સતયુગથીજ સ્પર્શી જાય 
............એ જ કૃપા જલાસાંઈની,જે જીવનમાં નિર્મળરાહ આપી જાય. 
===============================================
March 18th 2017

ભાગ્ય વિધાતા

……………Image result for ગજાનંદ…………..

.                         ભાગ્ય વિધાતા 

તાઃ૧૮/૭/૨૦૧૭                            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળે માબાપના આશીર્વાદ સંતાનને,કર્મની કેડીને સચવાય
ભાગ્યવિધાતા ગજાનંદની મળે કૃપા,આ જીવન પાવન થાય
........એજ ગૌરીનંદન છે જે ભોલેનાથના લાડકા સંતાન કહેવાય.
માબાપના અનંતપ્રેમની પરખ છે,જેને ગણપતિજી કહેવાય
પ્રેમ અને શ્રધ્ધાએકરેલ પુંજા,રીધ્ધીઅને સિધ્ધી આપી જાય
મળેલ જન્મ સાર્થક કરવા,જીવને પવિત્રરાહએ આપી જાય
માગણી લાગણી મોહને છોડતા,આમળેલ જન્મસાર્થક થાય
........એજ ગૌરીનંદન છે જે ભોલેનાથના લાડકા સંતાન કહેવાય.
કર્મનીકેડી એ બંધન જીવના,જે મળતા દેહથી જ સમજાય
અવનીપરના આગમનનુએ સગપણ,માબાપથી જ મેળવાય
જલાસાંઇએ પવિત્રદેહ અવનીએ,જે જીવન ઉજવળકરીજાય
માનવતાની મહેંક પ્રસરતા,અનેક જીવોને અન્નદાન દેવાય
........એજ ગૌરીનંદન છે જે ભોલેનાથના લાડકા સંતાન કહેવાય.
====================================================



	
March 10th 2017

હોળી

........
.              હોળી     

તાઃ૧૦/૩/૨૦૧૭                પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્ર તહેવાર હિંદુ ધર્મનો,આવી ગયો અમેરીકા
મનથી શ્રધ્ધા રાખીને ઉજવતા,પ્રસંગ મળી જાય
........એજ શ્રધ્ધા છે ધર્મની,જે જગતમાં પ્રેમથી ઉજવાય.
માનવતાની મહેંકપ્રસરે જગતમાં,શ્રધ્ધાએ દેખાય
પ્રેમ ભાવે અર્ચના કરતા,હોળીનુ દહન પુંજન થાય
સુખદુખના ના વાદળ સ્પર્શે,પરમાત્માની કૃપા થાય
ધર્મપ્રેમની શ્રધ્ધાએજીવને,પવિત્ર તહેવાર મળીજાય
.........એજ શ્રધ્ધા છે ધર્મની,જે જગતમાં પ્રેમથી ઉજવાય.
પવિત્ર ધરતી ભારત છે,જ્યાં પરમાત્મા આવી જાય
રામ કૃષ્ણનાદેહ થકી,દ્વારકા અયોધ્યામાં જન્મી જાય
કર્મની પવિત્રકેડી મળે જીવને,જે મુક્તિમાર્ગ દઈ જાય
પવિત્રહોળી ઉજવતાઅહીં,પરમાત્માની કૃપા થઈજાય
.........એજ શ્રધ્ધા છે ધર્મની જે જગતમાં પ્રેમથી ઉજવાય.

==============================================

 

March 8th 2017

પરમાત્માની કૃપા

.                      પરમાત્માની કૃપા

તાઃ૩૧/૧૦/૨૦૧૬                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

ધર્મકર્મને સાચવી ચાલતા,જીવને  અનંત શાંન્તિ મળી જાય
પ્રેમપારખી જીવનજીવતા,જીવનમાં સુખશાંન્તિની વર્ષા થાય
……….એજ કૃપા અવિનાશીની,જીવને અનંત શાંન્તિ આપી જાય.
પ્રેમભાવના પારખી ચાલતા,જીવને સમજણ આવી ગઈ
કર્મબંધન એ આજની કેડી,જે ભુતકાળ સંગે રહેતી થઈ
કરેલકર્મ એસમયથી સ્પર્શે,જે નિર્મળભક્તિએ મળે અહીં
જલાસાંઇની પવિત્ર રાહે,મળેલ જન્મ પાવન થશે ભઈ
……..માન અને સન્માનના સ્પર્શે,ત્યાં પરમાત્માની કૃપા મળતી અહીં.
જન્મમળે છે જીવને અવનીએ,જ્યાં કર્મનીકેડી સંગે થઈ
ના જગતમાં તાકાતછે જીવની,ના છટકાય કોઇથી અહીં
સંબંધના બંધન સ્પર્શે છે જીવને,આવનજાવન કરે અહીં
અજબશક્તિશાળી છે પરમાત્મા,પાવનરાહે સમજાય ભઈ
……..માન અને સન્માનના સ્પર્શે,ત્યાં પરમાત્માની કૃપા મળતી અહીં.
=============================================

 

March 8th 2017

મને જંગલી કહે

બહેનના હસ્તમેળાપ પછી સત્કાર સમારંભમાં ભાઈ આગીત ગાય છે
                .મને જંગલી કહે
                                પ્રદીપ બ્રહ્મભટ્ટ
    યાહુ....યાહુ....
ચાહે બેન મને જંગલી કહે,કહેવાદો જે કહેવુ હોય તે કહે
હું પ્રેમના સાગરમાં ઘેરાયો,હુ શુ કરુ.......ચાહે બેન મને

મારા દેહમાં પણ દીલ છે,જીવનમાં આશાના અરમાન
મને પત્થર તો ના સમજો,હું અંતે છુ અવતાર..(૨)
રાહ મારી છે એકજ,જે પર દુનીયા છે ચાલે....(૨)…..ચાહે બેન મને.

એક મુદ્દતથી તોફાન છે,મારા જીવને કરે છે બેચેન
ક્યાં સંતાયો ક્યાં સંતાઉ,ક્યાં મળે અંતરનો પ્રેમ...(૨)
રાહ ક્યાંથી હું જોઉ,ક્યાં કોઇથી હું ડરુ…..(૨).......ચાહે બેન મને.

ના સમય કોઇથી પકડાયો,છે આગ આ કળીયુગની
મળેલ આ માનવદેહને,ઘબરાવી રહી છે આજ...(૨)
હું અહીં કે તહીં,આ છે ધરતી કે આકાશ....(૨)…/...ચાહે બેન મને.
======================================================
                   ફીલ્મ- સંસ્કાર
      કથા,પટકથા,ગીત   પ્રદીપ બ્રહ્મભટ્ટ (અમેરીકા)
 --------------------------------------------------
 
March 8th 2017

કોણ મારૂ?

.            .કોણ મારૂ?

 તાઃ૪/૨/૨૦૧૬            પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનો બંધન જગતથી,દેહના જન્મ મરણથી સમજાય
મળેદેહ જીવને ત્યાં કોણમારૂ,ને કોણછે તારૂ એ બંધાય
.......એજ છે અજબલીલા અવિનાશીની,કર્મનાબંધનથી સંધાય.
જન્મમળેછે જીવનેઅવનીએ,માબાપના પ્રેમથી મેળવાય
મળેછે દેહ અવનીએ સંતાનનો,જેને કર્મબંધન કહેવાય
જન્મમરણના સંબંધ જીવને,જગતમાં નાકોઇથી છટકાય
બાળકને સમય સ્પર્શતા આવતીકાલે ઉંમર અડતી જાય
.......એજ છે અજબલીલા અવિનાશીની,કર્મનાબંધનથી સંધાય.
જીવને મળેછે દેહ અવનીએ,પશુ,પક્ષી,માનવ દેખાય
સમય જકડે છેદેહને જગે,જે કર્મનાબંધનથીજ સમજાય
આવનજાવન એછે વર્તનકર્મ,સાચી ભક્તિએ મળી જાય
નિર્મળભાવથી પુંજા કરતા,કોણ મારૂ તારૂ એ છુટી જાય
.......એજ છે અજબલીલા અવિનાશીની,કર્મનાબંધનથી સંધાય.

=============================================
March 8th 2017

ज्योत प्रेमकी

.                      . ज्योत प्रेमकी

ताः१०/३/२०१७                     प्रदीप ब्रह्मभट्ट

ज्योत प्रेमकी दीलमे आके,हमारेजीवनको चमकादे
प्रेमकी गंगा वहेती जगमें,उज्वल जीवनसे जुडजाये
............येही राह मीलती दिलसे,जो जन्म सफल कर जाये.
ममताका  बंधन मातासे,और पिताका बंधन है प्रेम
कर्मका बंधन जीवनसे है,जो आवनजावनसे देखाय
क्रुपा प्रेम है  परमात्माका,निर्मळ भक्तिसे मिलजाय
अपेक्षाकी नाकेडी कोइ,जीवको सुखशांंतिमिलजाय
............येही राह मीलती दिलसे,जो जन्म सफल कर जाये.
जलासांइकी क्रुपा निराली,निर्मळ राहसे मिल जाय
पावन कर्मकी ज्योत प्रगटती,कर्म सफळ कर जाय
आवन जावन है बंधन जीवका,जन्म मरण दे जाय
मायामोह कायासे छुटे,जो जीवको मुक्तिराह देजाय
............येही राह मीलती दिलसे,जो जन्म सफल कर जाये.

====================================

March 7th 2017

સ્નેહાળ પ્રેમ

.                         .સ્નેહાળ પ્રેમ

તાઃ૭/૩/૨૦૧૭                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

ચાંદની રાહની સ્નેહાળ કીરણે,અજબ શાંન્તિ મળી જાય
મનથી મળેલ નિર્મળ પ્રેમ,માનવ જીવનને સ્પર્શી જાય
………પરમાત્માની પરમ કૃપાએ,સ્નેહાળ પ્રેમની વર્ષા થાય.
કર્મની કેડી એસમયને સ્પર્શે,જે વર્તનથીજ દેખાઈ જાય
નિર્મળ સ્નેહની રાહે જીવતા,સુખશાંન્તિની રાહ મળીજાય
મળેલ માનવદેહને બંધનસ્પર્શે,જે આવનજાવને સમજાય
આવી આંગણે પ્રેમ રહેતા,સગાસંબંધીઓય હરખાઈ જાય
……….પરમાત્માની પરમ કૃપાએ,સ્નેહાળ પ્રેમની વર્ષા થાય.
જ્યોતપ્રેમની સ્પર્શે દેહને,જે નિર્મળ ભક્તિએ મળી જાય
સમયનીકેડી બંધન જીવના,જે માનવીના વર્તને દેખાય
પામતા પ્રેમ જલાસાંઇનો,જીવ મુક્તિ માર્ગ તરફ દોરાય
નાસ્પર્શે કળીયુગનો પ્રેમ,કે નાકોઇ વર્તન પણ અથડાય
……….પરમાત્માની પરમ કૃપાએ,સ્નેહાળ પ્રેમની વર્ષા થાય.

———————————————————-

March 7th 2017

સન્માન પ્રભુનુ

.            .સન્માન પ્રભુનુ   

તાઃ૫/૩/૨૦૧૭                પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતની કેડી છે અનેરી,ના કોઇ જીવથીએ સમજાય
માનવજીવન મળે કૃપાએ,જ્યાં પ્રભુને સન્માન થાય
........એજ પકડ છે આંગળીની,જે માનવતા મહેંકાવી જાય.
સરળ જીવનએ કૃપા પ્રભુની,ના આફત કોઇ અથડાય
પાવનરાહ મળે જીવને,જ્યાં  જલાસાંઈની કૃપા થાય
ના માગણી નામોહ સ્પર્શે,ના કોઇ અપેક્ષાય અથડાય
મળે માનવતાનીરાહ,જે જીવને મુક્તિમાર્ગે દોરીજાય
........એજ પકડ છે આંગળીની,જે માનવતા મહેંકાવી જાય.
જીવન એ  બંધન છે દેહના,અવનીએ આગમને દેખાય
કરેલકર્મની જ્યોત સ્પર્શે,જ્યાંસાચીમાનવતા મળીજાય
અજબ શક્તિશાળી અવિનાશી,જીવને અનુભવેસમજાય
........એજ પકડ છે આંગળીની,જે માનવતા મહેંકાવી જાય.
----------------------------------------------------
« Previous PageNext Page »