April 26th 2017
....
....
. પકડે કે જકડે
તાઃ૨૬/૪/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનાબંધન અવનીએ દેહ મળે દેખાય,એ અજબલીલા કહેવાય
પરમાત્માના બંધન સ્પર્શેછે જીવને,જે પકડજકડથી સમજાઈ જાય
......એજ પાવન ધરતી છે ભારત,જ્યાં પરમાત્માય દેહ મેળવી જાય.
અવનીપરનુ આગમન એબંધન છે,જીવને દેહ મળતાજ અનુભવાય
પરમાત્માની પરમકૃપા ભક્તિએ મળે,જ્યાં નિર્મળ ભાવે પુંજન થાય
દેહને પકડે છે માયા કળીયુગની,જેદેહ મળતા જીવનમાં સ્પર્શીજાય
નાકોઇની તાકાત અવનીએ છે,કે એકુદરતની પકડથી છટકી જાય
......એજ પાવન ધરતી છે ભારત,જ્યાં પરમાત્માય દેહ મેળવી જાય.
દેહ મળે કર્મબંધન થી જીવને,જે જન્મ મરણના બંધનથી સમજાય
જ્યાં મોહ અને માયા સ્પર્શે દેહને,ત્યાંજ જીવ બંધને જકડાઈ જાય
ના છટકે માનવ કે મહામાનવ તેનાથી,એજ છે પરમાત્માની લીલા
આગમન વિદાય એજ પકડેજકડે જીવને,જે અનુભવે સમજાઇ જાય
......એજ પાવન ધરતી છે ભારત,જ્યાં પરમાત્માય દેહ મેળવી જાય.
====================================================
No comments yet.