August 31st 2020

ભોલેભંડારી

.                   ભોલેભંડારી  

તાઃ૩૧/૮/૨૦૨૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પાવનકૃપા મળે ભોલેનાથની ભક્તોને,જ્યાં શ્રધ્ધાભાવથી પુંજનઅર્ચન થાય
મળેલ માનવદેહને પાવનરાહ મળે,જે મળેલ જન્મને સાર્થક પણ કરી જાય
.....એવા વ્હાલા પ્રેમાળ શંકર ભગવાન છે ભારતમાં,જે ભોલેભંડારી પણ કહેવાય.
પવિત્રગંગાને વહેવડાવી અવનીપર,જે મળેલ દેહને સ્પર્શે સુખ આપી જાય
અજબ પવિત્ર શક્તિશાળી સંસાર છે,માતાપાર્વતીની પાવનરાહે ઓળખાય
વ્હાલા સંતાન શ્રી ગણેશજી છે,જે સિધ્ધીવિનાયક સંગે વિધ્નહર્તા કહેવાય
માનવ જીવનમાં તેમનો પ્રેમ મળે,જ્યાં શ્રધ્ધાભાવથી શ્રી ગણેશાય કહેવાય
.....એવા વ્હાલા પ્રેમાળ શંકર ભગવાન છે ભારતમાં,જે ભોલેભંડારી પણ કહેવાય.
શીવલીગ પર પ્રભાતે દુધઅર્ચના થાય,ત્યાં ઑમ નમઃથી સ્મરણ પણ કરાય
મળેલ માનવદેહને તો સંબંધછે થયેલ કર્મનો,જે દેહમળતા અવનીએ દેખાય
અજબ શક્તિશાળી દેહ પરમાત્માએ લીધો,જે ભક્તોથી  ભોલેનાથ કહેવાય
આંગળી ચીંધે એ માનવદેહને,જ્યાં શ્રધ્ધાભાવથી શંકરભગવાનને વંદન થાય
.....એવા વ્હાલા પ્રેમાળ શંકર ભગવાન છે ભારતમાં,જે ભોલેભંડારી પણ કહેવાય
***************************************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment