February 26th 2021

પવિત્રકૃપાળુ

સૂર્ય ને જળ અર્પિત કરતા સમયે ના કરો આ ભૂલ નહિ તો સૂર્યદેવ થઇ જશે નારાજ

.           .પવિત્રકૃપાળુ     

તાઃ૨૬/૨/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમકૃપાળુ પરમાત્માની કૃપા છે,જગતમાં એ સુર્યનારાયણથી ઓળખાય
અબજો વર્ષોથી ભુમીપર કૃપા કરે,જે જીવનમાં સવારસાંજથીજ મેળવાય
...અજબ શક્તિશાળી એ દેવ છે,જગતમાં ૐ હ્રી સુર્યાય નમઃથીજ પુંજન થાય.
અવનીપર મળેલદેહને સંબંધ કર્મનો,જે જીવને આવનજાવન આપી જાય
માનવદેહ એ કૃપા પરમાત્માની કહેવાય,મળેલદેહને સમજણ મળી જાય
સુર્યદેવની પરમકૃપા ધરતીપર,જે જગતમાં દેહને દીવસરાતથીજ મેળવાય
સમયને સમજી ચાલતા માનવદેહને,મંદીરમસ્જીદ અને ચર્ચમાં દર્શન થાય
...અજબ શક્તિશાળી એ દેવ છે,જગતમાં ૐ હ્રી સુર્યાય નમઃથીજ પુંજન થાય.
સુર્યનારાયણની સવારમાં અર્ચનાસંગે દર્શનકરતા,શરીરનુ સ્વાસ્થ સચવાય
મળેલદેહને નાકોઇ દવા કે તપાસની જરૂર પડૅ,નાઆર્થીક તકલીફ થાય
એજકૃપા સુર્યદેવની મળેલદેહ પર,એ સરળ જીવનનો સંગાથ આપી જાય
પરમાત્માએ અનેકદેહ લીધા ભારતમાં,જે જન્મમરણના સંબંધથીજ દેખાય
...અજબ શક્તિશાળી એ દેવ છે,જગતમાં ૐ હ્રી સુર્યાય નમઃથીજ પુંજન થાય.
##############################################################



No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment