February 28th 2021
###
###
. .દુર્ગા મા
તાઃ ૨૮/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધારાખીને પુંજન કરતા મળેલદેહ પર,મા દુર્ગાની ક્રુપા થઈ જાય
પવિત્રકૃપાથી જીવને સદમાર્ગ મળી જાય,જે પાવનકર્મ કરાવી જાય
....ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાના,સ્મરણથી દેહના જીવ પર કૃપા થાય.
એ માતાનો પવિત્રપ્રેમ ભારતથી,જે દુનીયામાં ભક્તિથી મળી જાય
અજબ શક્તિશાળી માતા હતા,એજ રાજા મહિસાસુરને મારી જાય
પાવનકૃપા મળે ભક્તને ભક્તિથી,જે નિખાલસ ભાવનાથી વંદનથાય
જીવને મળેલદેહ એ થયેલ કર્મનો સંબંધ,જે જન્મમરણથીજ સમજાય
....ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાના,સ્મરણથી દેહના જીવ પર કૃપા થાય.
હિંદુધર્મમાં પરમાત્માએ અનેકદેહ લીધા,જે ભારતનીભુમી પવિત્રથાય
મળેલ માનવદેહને સંગાથ સમયનો,જે પરમાત્માની કૃપાએ સમજાય
પવિત્રકૃપા માતાની હિંદુ ધર્મમાં,એ મળેલ દેહના જીવને મળી જાય
પવિત્રમાતા દુર્ગાને ધુપદીપ સહિત વંદનકરતા,પ્રદીપ પર કૃપા થાય
....ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાના,સ્મરણથી દેહના જીવ પર કૃપા થાય.
************************************************************
No comments yet.