September 26th 2008
	 
	
	
		  …………………….     સંતોષી માતા
તાઃ૨૬/૯/૨૦૦૮ …. ……………….પ્રદીપ બ્રહ્મભટ્ટ
જય જય મા સંતોષી તારી પ્રેમે આરતી ઉતારુ
હૈયાથી વંદન કરુ હું ને ભાવથી શીશ નમાવુ
                               …….મા જય જય મા સંતોષી
નિશદીન મંગળમુરતી નિરખી પ્રેમે ભજન હુંગાવું
દીન દુખીઓના કીધા કામ ને મને શાંન્તી દીધી
                            ……. ઓ મા હું ગુણલા તારા ગાઉ 
જીવનમાં જ્યોતજલાવી મા બાળકને લેજો ઉગારી
ના મિથ્યા માનવ જીવન ને ના લાલચ હું માગુ
                          …….દેજો મા કૃપા કરજોસાર્થક જન્મ
રોજ સવારે વંદન કરતો ને પ્રેમે આરતી હું ઉતારુ
રાખજો સેવકને ચરણોમાં ને કરજોજીવન ઉજ્વળ
                       ……..ઓ માડી આ બાળને સંભાળી લેજો.
++++++++++++++++++++++++++++++++++++++++
	 
	
	
 
	
	 September 26th 2008
	 
	
	
		 ………. …………….. ભક્તિનો પ્રતાપ
તાઃ૨૫/૯/૨૦૦૮ ……. …………………..પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગમાં જીવન મહેંકી જાય,ને હૈયે અનંત આનંદ થાય
મનને શાંન્તિ મળતીજાય,ને પ્રીત સદા જીવનમાંથાય
જ્યાં લગનીભક્તિથી થાય,ત્યાંજીવન પ્રેમેજીવી જવાય
……….              …….માગુ હુ પ્રભુથી ભક્તિએ જીવન બંધાય
સંતની સેવા ને માર્ગ લીધો, જ્યાં મળે જીવને સંતાપ
ના માગણી કરી કદી કે ના આશા જીવને કોઇ દેખાય
મળે મનને શાંન્તિ પ્રભુથી જે જીવને મુક્તિએ લઇજાય
……..                 ……માગું હુ પ્રભુથી ભક્તિએ જીવન બંધાય
જય જલારામનું રટણ  ને સંત સાંઇબાબા ભજાય
લખ્યા લેખ મિથ્યા થાય જ્યાં સાચા સંતને સમરાય
ભક્તિ ની શક્તિ છે એવી જે મુક્તિ ના ખોલે છે દ્વાર
 …………………    …..માગુ હુ પ્રભુથી ભક્તિએ જીવન બંધાય
—————————————————————————
	 
	
	
 
	
	 September 26th 2008
	 
	
	
		                 સંત જલારામની ભક્તિ
તાઃ૨૫/૯/૨૦૦૮ …………………….પ્રદીપ બ્રહ્મભટ્ટ
જય જય થાય જીવનમાં જ્યાં જલારામ ભજાય.
યમરાજાને પણ ભય લાગે જ્યાં જલારામ ભજાય.
જગતમાં ઉજ્વળ જીવન થાય જ્યાં જલારામ ભજાય.
લાગણી પ્રેમ અંતરે થાય જ્યાં જલારામ ભજાય.
રામનું રટણ સદા થાય જ્યાં જલારામ ભજાય.
મળશે અંતે ભક્તિ પ્રભુની જ્યાં જલારામ ભજાય.
બારણા પ્રેમે ખુલી જાય જ્યાં જલારામ ભજાય.
પામર જીવને મોક્ષ મળે જ્યાં જલારામ ભજાય.
નીત સવારે આનંદ લહેરાય જ્યાં જલારામ ભજાય.
જરુર જીવને મુક્તિ મળશે જ્યાં જલારામ ભજાય.
યજમાનનો સત્કાર થાય જ્યાં જલારામ ભજાય.
હોમ હવન સદા થાય જ્યાં જલારામ ભજાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++