July 19th 2009

ફોન આવ્યો

                        ફોન આવ્યો

તાઃ૧૮/૭/૨૦૦૯               પ્રદીપ બ્રહ્મભટ્ટ

મેધરાજાનો  મને ફોન આવ્યો, હું અષાઢમાં આવું છું
ગરમી તેંતો સહન કરી,૧૮મીએ હું ઠંડકલઇને આવુંછું
                                  ……..મેધરાજાનો મને ફોન.
મળવાનો મને મોહ થયો, ને એકલો હું બહુ કંટાળુ છું
મળીશ મારા સંતાનને હું,ને ખુશીને સાથે જ માણીશું
વાદળ સૌ ધોળા ફરતા તા,હવે કાળા થઇને આવે છે
વિજ કહે હું સાથે આવું, મળવાનો લઉ સાથે હુ લ્હાવો
                                    …….મેધરાજાનો મને ફોન.
૧૮મીની સંધ્યા ટાણે આવીશ,પ્રેમે રાહ જોજે તું મારી
ના પ્લેન કે સ્ટીમરમાં આવીશ,હું પવનસાથે આવીશ
ઠંડક તો સાથે લેતો આવીશ, સૌ જનને પ્રેમથી કહેજે
ખેડુતોને  હૈયે હામ તુ દે જે,ને વડીલોને દેજે અણસાર
                                   …….મેધરાજાનો મને ફોન.
સંધ્યાકાળે ઘેર તુ રહેજે,ને તોય સાથે રાખજે છત્રી
કદાચ પ્રેમનો ઉભરો ના રોકુ તો પાણી જાય વકરી
ટાઢક મારી સાથે આવશે, તોય શર્ટ પહેરી રાખજે
આવુ ત્યારે વિજળી ચમકશે, ને કડાકા સાથે રહેશે
                                  ……..મેધરાજાનો મને ફોન.

 (((((((((())))))))))))))(((((((((((())))))))))))(((((((((((()))

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment