July 19th 2009

વરસાદી વેળા

                  વરસાદી વેળા

તાઃ૧૮/૭/૨૦૦૯               પ્રદીપ બ્રહ્મભટ્ટ

મધુર પવનની મીઠી લહેર,
                          માનવ જીવનમાં લાવે મહેર;
કુદરતની કૃપાના આવે વાદળ,
                      દીસે કાળા ભમ્મર વરસવા કાજે.
                                            …….મધુર પવનની મીઠી.
ઉમંગ આવે માનવ મનને,ખેડુતને ખેતરમાં જઇને
વરસે તેની રાહએજોતા,સદા મેધને વિનવી લેતા
ફળફુલને અનાજ કાજે,વરસે જગમાં અષાઢ આવે
કુદરતની આકૃપા અનેરી,શ્રધ્ધામાં એ ઉમંગ લાવે
                                             …….મધુર પવનની મીઠી.
વાદળનો ગગળાટ સાંભળી,વિજળીના ચમકાટ નીરખે
મંદ પવનની મીઠી લહેર,જીવ જગતમાં આનંદ આવે
મળતી માયા મેઘરાજની, ને પવન દેવનો પ્રેમ મળે
લીલોતરીની લહેર મળે,જ્યાં વરસાદી વેળા મળી રહે
                                               …….મધુર પવનની મીઠી.

=============================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment