બારણુ ક્યાં છે?
બારણુ ક્યાં છે?
તાઃ૨૩/૯/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવદેહ પામી જીવને,જગતમાં મળી જાય સોપાન
પ્રાર્થનાના સહવાસમાં,પ્રભુ કૃપાએ શાંન્તિ મળી જાય
                                ……..માનવદેહ પામી જીવને.
તક મળે ત્યાં જીવને, જ્યાં માનવ જન્મ મળી જાય
પકડી સાચી રાહને જીવનમાં,જન્મ સફળ થઇ જાય
પ્રભુ ભક્તિમાં પામી પ્રેમ, માનવતા મહેંકી જ જાય
જન્મ સફળ થઇજાય,જ્યાં બારણુ ભક્તિનું મળીજાય
                               ……….માનવદેહ પામી જીવને.
સંતાનનો સહવાસ થતાં,કરુણા સ્નેહ આપી ને જાય
સંસારની સીડી ચઢતાં, પ્રેમ પતિપત્ની ને સમજાય
આતુરતાનો અંત આવતા,સહવાસ સંતાનનો થાય
આવી આંગણે સદારહે,જ્યાં પ્રેમનુ બારણુ ખુલીજાય
                                   …….માનવદેહ પામી જીવને.
ઉંચનીચના સોપાનજોતાં, દ્વેષને ઇર્ષા સાથે આવીજાય
જીવને જ્યાં દેખાય ઉજ્વળતા,ત્યાં ઇર્ષાજ મળી જાય
દ્વેષ આવે અંતરથી ત્યાં, જ્યાં માનવતા ચાલી જાય
પૃથ્વીપરની આ સીડીએ,બારણે ઇર્ષાદ્વેષ આવી જાય
                                   …….માનવદેહ પામી જીવને.
સ્વર્ગ નર્કના એ દરવાજા,જીવને દેહ મુકતા જ  દેખાય
માનવ જીવન છુટતાં અંતે, જીવની વૃત્તિએ તે ખોલાય
કર્મબંધન આવે છે સાથે,જ્યાં અવનીએ દેહ છે મુકાય
આગળ જીવેત્યાં જાવુ,સત્કર્મે બારણુ સ્વર્ગનુ ખુલીજાય
                                  ……..માનવદેહ પામી જીવને.
+++++++++++++++++++++++++++++++++++