January 1st 2010

મળતો પ્રેમ

                           મળતો પ્રેમ

તાઃ૩૧/૧૨/૨૦૦૯                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

નામ ગામની ના વ્યાધી,જેને ભક્તિએ લાગે પ્રેમ
નામાયા કે મમતાલાગે,ને પ્રેમજીવને મળવાઆવે
                       ………નામ ગામની ના વ્યાધી.
ભક્તિની જ્યાં પકડીકેડી,સાર્થક જીવન મળતુ જાય
સંસારનીસાંકળ છે ન્યારી,સ્નેહલઇને ચાલતી જ્યારે
પ્રેમ એ છે કૃપા પ્રભુની,ના જગમાં માગણી કોઇથી
આશીર્વાદની વર્ષા આવે,મળતો પ્રેમ જગમાં જ્યારે
                        ………નામ ગામની ના વ્યાધી.
વાણી વર્તન સાચવતાં,મળે માબાપ સંતાનનોપ્રેમ
ઉજ્વળ કેડી દીસે જીવને, ને સાથ સદા સહકાર રહે
ના ટેકાની માગણીરહે,જ્યાં મળીજાય સાચો સંગાથ
મળતો પ્રેમ જ્યાં દીલથી,ત્યાંદીલદરીયા જેવુ થાય
                        ……….નામ ગામની ના વ્યાધી.
અપેક્ષા ને ઉપેક્ષા સંગે ચાલે, જ્યાં આવે ઇર્ષા દ્વેષ
ડગલે પગલે ઠોકર વાગે, ને મનમાં મુઝવણ થાય
જગત લાગે એકલું આજે,જ્યાં પ્રેમ શોધવા આવો
લ્હાવો લો જ્યાંઅભિમાનનો,ત્યાં કોઇ સંગેના આવે
                         ………નામ ગામની ના વ્યાધી.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment