January 3rd 2010

કર્તારની કલમ

                      કર્તારની કલમ

તાઃ૩/૧/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવ જન્મનો સંબંધ લાવે તેડી,
                                કલમ કર્તારની એવી
મળે જીવને જગતમાં કેડી,
                         જેનો અણસાર મળે ના કોઇ
                         ………..જીવ જન્મનો સંબંધ લાવે.
કાયાને માયાના બંધન,જગમાં જ્યારે જીવનેજન્મ મળે
મળે જગતમાં જીવને શાંન્તિ,જીવનાજગે ટળે જ્યાં ફેરા
                           ………જીવ જન્મનો સંબંધ લાવે.
કર્મના બંધન વળગે સૌને,હોય જગપર સાધુ કે શિકારી
મળીજાય જ્યાં ઉધી મતી જીવને,બની જાયએ ભિખારી
                          ………જીવ જન્મનો સંબંધ લાવે.
કલમ કર્તારની ચાલે સીધી,જેવી જીવે મતી છે લીધી
ભેદભાવની ના કોઇ પીડા,એ જગે  છે કર્તારની  લીલા
                          ……..  જીવ જન્મનો સંબંધ લાવે.
મળશે જીવને નમાગેલુ,જન્મોજન્મથી એસાથે રહેનારુ
મુક્તિનો  પાયો પામવાકાજે,ભક્તિનું જ્યાં મળે પહેલું
                           ………જીવ જન્મનો સંબંધ લાવે.
કાયા મળશે ને સંબંધસંગે,જ્યાં સુધી છે કર્મનાબંધન
મળે કૃપા કર્તારની જ્યારે,આવે  જીવને શાંન્તિ ત્યારે
                           ……..જીવ જન્મનો સંબંધ લાવે.
જન્મમરણના બંધનમળશે,કર્મનાબંધન જ્યારે છુટશે
ભક્તિ જલાસાંઇની મનથી કરતાં,જન્મજીવના ટળશે
                              …….જીવ જન્મનો સંબંધ લાવે.

_______________________________________

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment