January 4th 2010

ટાઢક

                           ટાઢક 

તાઃ૩/૧/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનને ટાઢક,તનને ટાઢક,જીવને ટાઢક મળતી થાય
જલાસાંઇની સેવા કરતા,જીવનમાં ટાઢક આવીજાય
                          ………મનને ટાઢક,તનને ટાઢક.
નીત સવારે પુંજા કરતાં,જીવને ભક્તિપ્રેમ મળીજાય
જીવની શાંન્તિ જગમાં નિરાળી,ત્યાં હૈયે આવી  જાય
પુંજનઅર્ચન નીસદીનકરતાં,જીવથી વ્યાધી ભાગે દુર
ટાઢક જીવનેમળતાં,અવનીએ આગમન ઉજ્વળ થાય
                            ……….મનને ટાઢક,તનને ટાઢક.
મનની ટાઢક મળતી લાગે,જ્યાં બુધ્ધિએ જ્ઞાન થાય
ભણતરનાસોપાન સાચવી,સાચીમહેનત મનથીલેજે
એક એક કદમ હીંમત દે મનને,જીવન ઉજ્વળ કાજે
ટાઢક મનને ત્યાંજ મળે,જ્યાં સાચુ ભણતર રહે સંગે 
                             ………મનને ટાઢક,તનને ટાઢક.
તનની ટાઢક તો છે નિરાળી,જે કસરતથી મળી જાય
સમયનીસાથે ચાલતાં હો,ત્યાં દેહનોવિચારપણ થાય
જીવને બંધન ભક્તિના,ને વિચારના બંધન છે મનને
તનના બંધન દેહથી વળગે,શરીરને મળે જ્યાં સ્પંદન
                             ………મનને ટાઢક,તનને ટાઢક.

%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment