January 7th 2010

જીવનુ લેણું

                      જીવનુ લેણું

તાઃ૬/૧/૨૦૧૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

આંગણે આવવા જીવને, જ્યાં જન્મ મળી જાય
બારણુ ખોલી આવકારતાં,સંબંધ સચવાઇ જાય
                                ……..આંગણે આવવા જીવને.
કુદરતની આ અપારલીલા,ના માનવીથી પહોંચાય
જળચરથી આગળ થોડુ જતાં,અભિમાનમાં લબદાય
પરમાત્માની એકપળમાં,જગે જીવનુ જીવનપુરુથાય
અણસાર નામળે પળનો,ત્યાં જીવનું લેણુ પતી જાય
                               ………આંગણે આવવા જીવને.
બારણે પડતા ટકોરાએ,જ્યાં દેહ બારણુ ખોલવા જાય
સંબંધના સાગરના વ્હેણ,ત્યાં પ્રેમે ઘરમાં આવી જાય
અપારઉભરો કે અતી લાગણી,ના જીવથીકોઇને દેવાય
હદના ઓળંગાય જીવથી જગે,ત્યાં માર્ગ મોકળા થાય
                               ………..આંગણે આવવા જીવને.
જીવને ઝંઝટ વળગી ચાલે,જ્યાં માયામોહના દ્વાર ખુલે
મોહ મતીને વળગી જતાં,ભક્તિ મનથી  દુર ત્યાં ભાગે
જન્મ મરણના અતુટ બંધન,જે જીવને મળતા  સથવારે
મુક્તિ એતો દ્વારે રહેતી,કોઇકાળે ના જીવનેએ મળનારી
                                 ………. આંગણે આવવા જીવને.

==================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment