January 7th 2010

સમયના બારણા

                 સમયના બારણા

તાઃ૬/૧/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

મમ્મી મને ભુખ લાગી,ત્યાં સઘળા મુકાય કામ
બાળકનો પ્રેમ લેવા મમ્મી,દે ખાવાનુ પળવાર
                        ………..મમ્મી મને ભુખ લાગી.
પાપા પગલી જોઇ લેતાં,મમ્મીના હૈયા છે હરખાય
આંગળી પકડી ચલાવે,જ્યાં સુધી બે પગલે ચલાય
દેતી ટેકો બાળકને દોડી,તે છે મમ્મીના હૈયેમાં હેત
જીવન ઉજ્વળજોવા સંતાનના,બાળપણથી દે પ્રેમ
                          ………મમ્મી મને ભુખ લાગી.
જુવાનીમાં જ્યાં પગલાં માંડે,બુધ્ધિના ખોલવા દ્વાર
ભણતરની સીડી બતાવી,દે  ઉજ્વળ જીવન હેમક્ષેમ
સાચી કેડી જીવનની દેવા,પ્રેમ અને સ્નેહપણ દઇદે
માબાપના આશીર્વાદ મળતાં,પ્રભુકૃપાને વળી હેત
                         ………મમ્મી મને ભુખ લાગી.
ઉંમર નાઅટકી અટકાય,એ પચાસ ઉપરજ્યાં ચાલે
સમયના બારણા દેખાય,જ્યાં મહેનત અટકી ચાલે
સહારાનીજ્યાં માગણીઆવે,આધારીત બની જવાય
શાંન્તિ રાખી મનમાં ત્યારે,પ્રેમ સૌનો ત્યાંછે લેવાય
                         ……….મમ્મી મને ભુખ લાગી.

++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment