January 10th 2010

ૐ શ્રી જય

                          ૐ શ્રી જય

તાઃ૧૦/૧/૨૦૧૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

શબ્દના ઉચ્ચારણથી જ,મનને શાંન્તિ થાય
આંખોબંધ કરી ઉચ્ચારતાં,તનને ટાઢક મળીજાય
                        ………ૐ શબ્દના ઉચ્ચારણથી.
પલાંઠીવાળી બેસી જઇને,પ્રભાતમાં એ બોલાય
મનનેશાંન્તિ તનને ટાઢક,દેહપણ પાવન થાય
શબ્દઉચ્ચારણની અસરે,માનવજન્મસફળ થાય
આનંદહૈયે મનનેશાંન્તિ,ને દેહનેસઘળુ મળીજાય
                         ………ૐ શબ્દના ઉચ્ચારણથી.
શ્રી શબ્દએ પાવનપ્રેમછે,જે જન્મ સફળ કરીજાય
માનોપ્રેમ મળે સંતાનને,જીવનપણ હરખાઇ જાય
શબ્દનોતાંતણો મળીજતાં,માનીકૃપા અપાર  થાય
માનવજીવન પાવનથાય,ને દેહપણ ઉજ્વળથાય
                       ……….શ્રી શબ્દએ પાવનપ્રેમ છે.
માનવતાની મહેંક બતાવે,જ્યાં જય શબ્દ બોલાય
સફળતાના જ્યાં સ્વરમળે,ત્યાં મનથીનીકળી જાય
ઝાઝી ઝંઝટ જગતમાંછે,જે જન્મ મળેજ મળી જાય
મુક્તિના દ્વાર ખોલવા જીભથી,જય શબ્દને સહવાય
                         ……….માનવતાની મહેંક બતાવે.

                             ===========
         આમએ તનમનને શુધ્ધ કરે,શ્રી એ દેહને શુધ્ધ કરે
અને જય એ જીવનો જન્મ સફળ કરે.

ૐશ્રીજય ૐશ્રીજય ૐશ્રીજય ૐશ્રીજય ૐશ્રીજય

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment