January 15th 2010

પ્રેમ

                                 પ્રેમ

તાઃ૧૪/૧/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમ જગતમાં નિર્મળ એવો,મળી જાય હેત મને જેવો
સરળતાનો સહવાસ દીસે,ને  શ્રધ્ધામાં એ મળે પહેલો
                        ………..પ્રેમ જગતમાં નિર્મળ એવો.
ભક્તિપ્રેમ જગતમાં ઉત્તમ,જીવને મુક્તિએ દોરી જાય
જન્મમરણ ના બંધનછુટતાં,જીવે કર્મબંધન છુટી જાય
પ્રેમ પરમાત્માનો પામવા,અંતરથી જ્યાં ભક્તિ થાય
ના અપેક્ષા કે ના માગણી રહે,જ્યાં પરમાત્મા ભજાય
                         ……….પ્રેમ જગતમાં નિર્મળ એવો.
સોમવારની  મંગળ સવારે, જગમાં ભોલાનાથ પુંજાય
મંગળવારની મહેંકમાણવા,ગણપતિને પ્રેમથી ભજાય
બુધવારના પાવન દીને,મા અંબાને પ્રેમે દીવો થાય
ગુરુવારના પવિત્રદીને,ભક્ત જલાસાંઇની સેવા થાય
                          ………પ્રેમ જગતમાં નિર્મળ એવો.
મા સંતોષીની કૃપાનેપ્રેમ,શુક્રવારની સેવાથી મેળવાય
શનીવાર દીન ભક્તિ શક્તિનો,હનુમાનદાદાથી લેવાય
રવિવારના ઉજ્વળદીને,માતાને પ્રેમે કંકુ ચાંલ્લો થાય
મળીજાય માતાનો પ્રેમ જે જગત જીવની અપેક્ષા એક
                            ……..પ્રેમ જગતમાં નિર્મળ એવો.

!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment