January 21st 2010

સરળ શબ્દ

                           સરળ શબ્દ

તાઃ૨૦/૧/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભાષા મારી ભઇ ગુજરાતી,ને હુંય ગુજરાતી સંતાન
મળીજાય જ્યાં સ્નેહના શબ્દ,ત્યાં મળીજાય ઘરબાર
                      ………..ભાષા મારી ભઇ ગુજરાતી.
આવતાં જતાંનો સહવાસ જીવને,જે જીવનમાં દેખાય
આવે જ્યાં હૈયેથીપ્રેમ,ત્યાં સહવાસ મેળનો મળીજાય
વાણી વર્તન બંન્નેને સાચવી,શબ્દ જીભથી જે બોલાય
આવેલ આગમન દેહનું જગે,જતાં ના લાગે કદી વાર
                      ………..ભાષા મારી ભઇ ગુજરાતી.
સ્નેહના શબ્દ સરીજાય,જ્યાં હૈયામાં ઉભરે અનંત હેત
માગણી ના પ્રેમની કરવી પડે,જ્યાં શબ્દોને સચવાય
શબ્દે શબ્દની સાંકળ છે ન્યારી,શબ્દપ્રેમે એ સમજાય
મળે માગેલ પ્રેમ,અપેક્ષાને  સ્નેહ,જ્યાં સરળતામાં હેત
                       ……….ભાષા મારી ભઇ ગુજરાતી.
પ્રેમ શબ્દ છે સરળને સીધો,જે અનેકરીતે અનુભવાય
પ્રભુ પ્રેમથી જન્મ સુધરે,પત્નીપ્રેમથી ધર મહેંકી જાય
સંતાનપ્રેમમળે માબાપથી,ને પૈસાપ્રેમમાં મહેનતથાય
ભણતર પ્રેમજગે છે ઉત્તમ,જ્યાંજીવન ઉજ્વળ થઇજાય
                         ………ભાષા મારી ભઇ ગુજરાતી.

++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment