February 21st 2010

વિધાતાનો અણસાર

                        વિધાતાનો અણસાર

તાઃ૨૧/૨/૨૦૧૦                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

આંખ ખોલતા સવાર દીધી,ને સાંભળ્યો પંખીનો અવાજ
મધુર મહેંક પણ મળીમને,જાણે મળ્યો કુદરતનો પૈગામ
                                 ………આંખ ખોલતા સવાર દીધી.
મનને શાંન્તિને તનને ટાઢક,ને સાથે મંદ પવનની લ્હેર
લાગ્યુ આજે પ્રભુ પધારશે,ઉજ્વળ જીવન સંગે માનવદેહ
બારણુખોલતા સહવાસ સુર્યોદયનો,જાણે પ્રભાતનો પોકાર
સૌ સંગે પધારે દ્વારઅમારે,દેવા માનવ જીવનમાં સહવાસ
                               ………..આંખ ખોલતા સવાર દીધી.
પ્રભુકૃપાના દ્વારખુલ્યા,મળ્યા સંતાનોને ભણતરના સોપાન
નિત્ય કર્મમાં ભક્તિના સંગે,પુંજા પ્રભુની કરતા સાંજસવાર
મહેનતમનથી કરતાં દીને,મળીગયા ત્યાં પદવીનાસોપાન
સગાસંબંધીનો સંગાથ મળ્યો,ત્યાં જ કુટુંબ પ્રેમ છે ઉભરાય
                                   ……..આંખ ખોલતા સવાર દીધી.
કર્મના બંધન તો ભક્તિથી લીધા,ને મહેનતના ધરતી સંગે
આવી ઉભા આ અવનીપર,જ્યાંમળ્યો વિધાતાનો અણસાર
પાવન જીવન કરવા કાજે,બુધ્ધીને બચાવી ભક્તિસંગે દોરી
પધાર્યા પવિત્ર દેહોના પગલાં,ને જીવને અમૃતવાણી દીધી
                                  ………આંખ ખોલતા સવાર દીધી.

——————————————————————–

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment