February 25th 2010

અજવાળુ થયુ

                         અજવાળુ થયુ

તાઃ૨૫/૨/૨૦૧૦                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવદેહે મનમાં જ્યાં,સમજણ છે સચવાય
જીંદગીના પાવન પગલે,અજવાળુ ત્યાં થાય
                       ……….માનવદેહે મનમાં જ્યાં.
એક બે ની છે અજબ પ્રીત,જે ભવિષ્યે ઓળખાય
સચવાય આજની વાત,ત્યાં જીવન જીવી જવાય
                          ………માનવદેહે મનમાં જ્યાં.
કુદરતનો અણસાર જીવનમાં,કોઇ ક્ષણે છે દેખાય
ના સમજ આવે મનને,ત્યાં પ્રભુ કૃપાથી લેવાય
                         ……….માનવદેહે મનમાં જ્યાં.
નિત્ય સવારે પ્રેમની ચાદર,જીવનમાં છે ઓઢાય
સ્નેહ સભર આ જીવન બનતાં,આનંદીત રહેવાય
                          ……….માનવદેહે મનમાં જ્યાં.
સગપણ દેહના સાચવવા, મહેનત અનંત થાય
ક્યારે પાવન કર્મ થાય,તે આવતી કાલ દેખાય
                            ………માનવદેહે મનમાં જ્યાં.
મારાની માયા તો સમજી,જીંદગી જીવી જવાય
મળે મોહ માયા ને પ્રેમ,જે દીલને વળગી જાય
                           ……….માનવદેહે મનમાં જ્યાં.
અજબ રીત અવિનાશીની,પ્રેમથી પારખી લેવાય
અજવાળુ જીવન થઇજાય,જ્યાંજન્મ પાવન થાય
                           ……….માનવદેહે મનમાં જ્યાં.

———————————————————

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment