કરુણા કુદરતની
કરુણા કુદરતની
તાઃ૧/૬/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શિયાળાનો શીતળ વાયરો,શીતળતા દઇ જાય
વાયરાની એકજ ઝલકથી,હૈયે ટાઠક મળી જાય
………..શિયાળાનો શીતળ વાયરો.
ઉદયઅસ્તનો વાયરો એવો,માનવમન મલકાય
કુદરતની આ કરુણાન્યારી,ના જગતમાં સમજાય
એકલહેર જેમ પ્રેમની મળે,ને મનડુ હરખાઇ જાય
વાયરાની શીતળલહેરમાં,આ જીવન ઉજ્વળથાય
………..શિયાળાનો શીતળ વાયરો.
ઉનાળાના ઉજાસનેલેતાં,માનવી પરસેવે લબદાય
ઉકળાટ મનને ત્યાં મળે,જ્યાં દેહનેગરમી અડીજાય
અકળામણના આશરે રહી,માનવી દીવસે અકળાય
સુર્યદેવના અતુટકિરણો,સુર્યાસ્તથી સૌ જગે હરખાય
………શિયાળાનો શીતળ વાયરો.
ચોમાસાના કાળા વાદળ જોઇ,જગે ખેડુતો મલકાય
આગમનની વર્ષાને મેળવી,અવનીપર ટાઠક થાય
અન્નદાનની આ શીતળશૈલી,ના માનવથી સમજાય
વરસી ગયેલા મેધની દેન,જગે અનાજ આપી જાય
………શિયાળાનો શીતળ વાયરો.
+++++++++++++++++++++++++