October 5th 2010

અકળામણ

                               અકળામણ

તાઃ૫/૧૦/૨૦૧૦                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

અતિની આવે જ્યાં આંધી,ત્યાં મળી જાય સૌ વ્યાધી
એકની મળે જ્યાં સીડી,ત્યાં આવે અકળામણની દોડી
                              ………અતિની આવે જ્યાં આંધી.
સરગમનાસુર જેવી જીંદગી,સુખદુઃખને એ માણી લેતી
કદીક ઉજાસ આવે છે સંગે,ને પછી મળે થોડો અંધકાર
કળીયુગ ને સતયુગની આ કેડી,સમય સમયે બદલાય
જીવની જ્યોત ભક્તિનાસંગે,ટળી જાય વ્યાધી પળવાર
                             …………અતિની આવે જ્યાં આંધી.
ટેક એક ને જ્યાં શ્રધ્ધા એક,ત્યાં પરમાત્માનો છે હેત
મળે પ્રેમ જ્યાં જલાસાંઇનો,મોહ રહે ના કોઇ આગવો
મનની મુંઝવણ એ અકળામણ,જે રામ નામથી ભાગે
કઠણ કેડી જગત જીવોની,જે ભક્તિ ભાવથી દુર નાસે
                             ……….અતિની આવે જ્યાં આંધી.

===============================