October 31st 2010

જન્મ તારીખ

                                 જન્મ તારીખ

તાઃ૩૧/૧૦/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

દુનીયાના દસ્તુરમાં ભઈ,જ્યાં લખાઇ જાય તમારુ નામ
મળે દેહ જીવને અવનીએ,તેને જ જન્મ તારીખ કહેવાય
                              ………..દુનીયાના દસ્તુરમાં ભઈ.
કર્મ બંધન જીવના સાથે છે,જે દેહના વર્તનથી જણાય
ના માગણી કોઇની ચાલે,કે નાતેમાં કોઇ ભેદભાવ થાય
સરળરીત પરમાત્માનીએવી,જે સાચીભક્તિએ સમજાય
તારીખ આગમનની અવનીની,કૃપાએ પ્રભુની મેળવાય
                               ………..દુનીયાના દસ્તુરમાં ભઈ.
કોને કયો દેહ મળે અવનીએ,જીવના બંધનથીજ દેખાય
લીલા ન્યારી છે આ પ્રભુની,જે સાચી ભક્તિએ અણસાય
જન્મ જકડે જીવને જ્યારે,ત્યારે કર્મના બંધનને સમજાય
જન્મ મળતાં નાનાદેહથી જીવને,તો ઘડપણથીજ છોડાય
                                 ……….દુનીયાના દસ્તુરમાં ભઈ.

****************************************

October 31st 2010

પવિત્ર દ્વાર

                             પવિત્ર દ્વાર

તાઃ૩૧/૧૦/૨૦૧૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રભાતમાં બારણું ખોલતાં,સુર્યદેવના દર્શન થાય
ઉજ્વળ જીવન લાગે દેહે,જ્યાં સુર્ય કિરણ જોવાય
                       ……….પ્રભાતમાં બારણું ખોલતાં.
પવિત્ર ધર્મ મળ્યો હિન્દુનો,સત્કર્મોથી જ મેળવાય
માનવતાની મહેંક પ્રસરે,જ્યાં પ્રભુની ભક્તિ કરાય
અહંકાર અભિમાનને છોડી,માળા જલાસાંઇની થાય
સાચુ શરણું જીવનેમળતાં,સુર્યદેવનું આગમન થાય
                       ………..પ્રભાતમાં બારણું ખોલતાં.
મળતાં પવિત્ર ધર્મ જીવને,ફરજ પવિત્રકર્મની થાય
સંસ્કાર એતો સોપાનસીધ્ધીના,આશીર્વાદે મળીજાય
સંતાનોને સાચી રાહ મળતાં,ધર્મ આપણો સચવાય
મળે ભક્તિ,પ્રેમ માનવતાનો,એ પવિત્રદ્વાર કહેવાય
                       …………પ્રભાતમાં બારણું ખોલતાં.
સંસારની  સાંકળ છે નાની,પણ કોઇથીય ના તોડાય
મનથી કરતાં સાચી ભક્તિ,દેહ ને તેનાથી બચાવાય
નાતાકાત જગતના કોઇજીવની,કે તેનાથી બચીજાય
પ્રભુકૃપાએ શાંન્તિ આવે સાથે,દુઃખને હલવુ કરી જાય
                        ………..પ્રભાતમાં બારણું ખોલતાં.

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$