October 13th 2010

નિરાધાર

                          નિરાધાર

તાઃ૧૩/૧૦/૨૦૧૦                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિરાધારનો આધાર બનતા,હૈયુ મારું હરખાય
મળેલ જન્મ પાવન થતાં,જન્મ સફળ દેખાય
                ……….નિરાધારનો આધાર બનતા.
બનુ સહારો અપંગનો,ડગલાં એ ભરતો થાય
એક ચાલતા અચકાય જે,તે દસ ચાલી જાય
આંગળી નાની હાથની,જ્યાં પંજાથી પકડાય
મળતા દેહને સથવાર,એ આધાર બની જાય
                ……….નિરાધારનો આધાર બનતા.
અવની પરના આગમને,માએ દીધોછે જન્મ
કષ્ટ વેઠી મોટા કર્યા છે,એતો માનો છે ઉમંગ
સંતાનપ્રેમ એ માબાપની ભુખ,ના પુરી થાય
ઉંમરના આરે સંતાન સંગ,આધાર મળી જાય
                 ……….નિરાધારનો આધાર બનતા.
કળીયુગ સતયુગની કેડી,પૃથ્વી પર સમજાય
જન્મમળતાં જીવનેજગે,કર્મબંધન મળી જાય
પરમાત્માની એક નજરે,જીવન ઉજ્વળ થાય
સાચીભક્તિનો સંગલેતા,ના નિરાધારરહેવાય
                 ……….નિરાધારનો આધાર બનતા.

+++++++++++++++++++++++++++++