October 23rd 2010

મારૂતીનંદન

 

 

 

 

 

 

 

 

 

 

 

 

                              મારૂતીનંદન

તાઃ૨૩/૧૦/૨૦૧૦                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિ જેની શક્તિ છે,ને છે શ્રધ્ધાજ જેમનુ જીવન
એવા અંજનીપુત્ર શ્રી હનુમાનજીને,કરુ છું હું વંદન
                             ………..ભક્તિ જેની શક્તિ છે.
સાતવારમાં શનીવારને જ,જગે ભક્તિદીન કહેવાય
મળી જાય જો પ્રેમપ્રભુનો,આ જન્મ સફળ થઈ જાય
રામનામની માળાહાથમાં,નેસદા ઉભાએ ભક્તિ દ્વાર
મોહમાયાને તોડી નાખતાં,આ જીવ મુક્તિએ દોરાય
                             ……….. ભક્તિ જેની શક્તિ છે.
ચાલીશામાં શ્રધ્ધા રાખતાં,સતત સ્મરણ જ્યાં થાય
મારૂતીનંદન આવીબારણે,સાંકળ ભક્તિની દઈજાય
ભુત પલીત તો ભડકી ભાગે,જ્યાં ગદાધારી દેખાય
મળી જાય કૃપા પ્રભુરામની,સંગે સીતામા સહવાય
                             ………..ભક્તિ જેની શક્તિ છે.

શ્રીરામ શ્રીરામ શ્રીરામ શ્રીરામ શ્રીરામ શ્રીરાશ્રીરામ શ્રીરામ 
======================================