October 28th 2010

જય જય જલારામ

 

 

 

 

 

 

 

 

                     જય જય જલારામ

તાઃ૨૮/૧૦/૨૦૧૦                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિ કરે જ્યાં મનથી,જગમાં વ્યાધીજ ના દેખાય
         શાંન્તિ મળતા મનને દેહે,સદા પ્રભુકૃપા મળી જાય
                                          એવી ભક્તિ જલારામની કહેવાય.
સુખદુઃખ તો સંસારનીનદીઓ,જગત પર વહી જાય
        આવતા જીવને દેહ સ્વરૂપે,બાળપણથી એ લપટાય
ભક્તિએવી મનથીકરવી,જ્યાં પ્રભુરામ પણ મુંઝાય
         આવીઆંગણે ભીખ માગવા,ત્યાંભાગવુ પડે તત્કાળ
                                          એવી ભક્તિ જલારામની કહેવાય.
પૃથ્વીપરનાસંબંધ નાછુટે કોઇથી,જે ભક્તિએ છોડાય
        વિરબાઇમાતાની શ્રધ્ધાએ તો,પરમાત્મા ભાગી જાય
જલારામની સેવા નિરાળી,મળ્યો વિરબાઇનો સંગાથ
         જન્મસફળ એ કરીગયા,ને દઈગયા ભક્તિનાસોપાન
                                          એવી ભક્તિ જલારામની કહેવાય.
ના કદી રાખી કોઇ અપેક્ષા,કે મળ્યા કોઇ જગના મોહ
        અન્નદાનની સાચી ભાવનાએ,જીતી ગયા પ્રભુનીપ્રીત
કુદરતના દરબારમાં જીવને,સંતોષ સદાય મળીજાય
        પ્રભુકૃપાના બારણા ધણા,જે સાચીશ્રધ્ધાએજ ખોલાય
                                           એવી ભક્તિ જલારામની કહેવાય.

===========================================
સંત પુજ્ય જલારામ બાપા તથા પુજ્ય વિરબાઇ માતાને હદયથી વંદન.
સેવક પ્રદીપ,રમા,રવિ,દીપલ,નિશીતકુમાર,શકુબેન તથાપુ.સુરેશલાલ.
_________________________________________________