સમયના વ્હેણ
સમયના વ્હેણ
તાઃ૪/૧૦/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયના ચાલતા વ્હેણને ના કોઇથી રોકાય
સમજ ના આવતા માનવીથી ક્યારેક એ ટોકાય
અજબ કુદરતની અજબ લીલા અવનીએ કહેવાય
જન્મ મળેલ જીવના દેહને અહીંતહીં એ લઈ જાય
………….સમયના ચાલતા વ્હેણને.
પકડી કેડી ચાલતા માનવીને મહેનતથી સમજાય
મળી જાય અણસાર પ્રભુનો ત્યાં જીવન છે મલકાય
આજકાલના આ વ્યવહારમાં દેહ જલ્દી છે ફસાય
મળીજાય સહવાસ સંગીનીનો જીવન ત્યાં સમજાય
………..સમયના ચાલતા વ્હેણને.
નિર્ધન ને ધનવાનના વમળમાં દેહ આ જકડાય
માનવતા મુકાઇ જતાં માનવ જીવન આ વેડફાય
સુખદુઃખનો સંગાથ મળતા દેખાય સમયના વ્હેણ
સમયપારખી ચાલતાં સંગે મળે સરળતા ને સ્નેહ
………..સમયના ચાલતા વ્હેણને.
+*+*+*+*+*+*+*+*+*+*+*+*+*+*+*+*+*+*+