October 17th 2010

સમયની સોટી

                          સમયની સોટી

તાઃ૧૭/૧૦/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

દુનિયાના દસ્તુરમાં જ્યારે,મળી જાય તમારો સુર
સોપાનોની સરળતા જોતાં,હૈયે આનંદ છે અદભુત
                     ………..દુનિયાના દસ્તુરમાં જ્યારે.
સમયની સોટી પકડાયસમયે,તો તરાય આ સંસાર
મળે સ્નેહપ્રેમની હેલીજગે,જે માનવતાએ મેળવાય
મનમાં શ્રધ્ધા અડગ આવતા,સરળજીવન થઇજાય
જીવન મળે ઉજ્વળ જગમાં,સમયે તમને એદેખાય
                      ………..દુનિયાના દસ્તુરમાં જ્યારે.
સમય પકડે દેહને જગતમાં,ના જીવથી એપકડાય
જીવનો નાતો જગતપિતાથી,જે ભક્તિથી સમજાય
પડે સોટી જ્યાંપરમાત્માની,ત્યાં ના કોઇથી બચાય
સરળ જીવન મુક્તિઆપે,જે પ્રભુકૃપાએ મળી જાય
                       ……….દુનિયાના દસ્તુરમાં જ્યારે.

***********************************

October 17th 2010

વિધીના વિધાન

                       વિધીના વિધાન

તાઃ૧૭/૧૦/૨૦૧૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

લખેલા લેખ વિધીના,ના કોઇથીય એ ઓળંગાય
માનવીના મનની ગાથાને,પ્રભુ કૃપાએ સમજાય
                            ……….લખેલા લેખ વિધીના.
મંગળફેરા ફરી લીધા ત્યાં,સંબંધના બંધન દેખાય
જીવન જીવવાની સાચી કેડી,સહવાસે મળી જાય
ભુલોથી ભરેલી આ સાંકળને,ના કોઇથીય છટકાય
દેહના બંધનનો શણગાર,સાચી ભક્તિએજ તોડાય
                             ……….લખેલા લેખ વિધીના.
કરી લીધેલા કામ જીવે,દેહના બંધને જ સચવાય
મળશે માયા મોહ ભટકતાં,મેખ જેવા જગે કહેવાય
કલમ વિનાયકની ચાલતાં,દેહને બંધનો મળીજાય
ટળી શકેના લેખ લખેલા,ભક્તિએ પામર બનાવાય
                             ………..લખેલા લેખ વિધીના.

+++++++++++++++++++++++++++++