બંધન
બંધન
તાઃ૨૨/૧૦/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
લેખ લખેલા ના મિથ્યા થાય,એ તો વર્તનથી દેખાય
શાણીવાણી નાસંભળાય,જ્યાં પવિત્ર જીવ તરછોડાય
………..લેખ લખેલા ના મિથ્યા.
જન્મમળ્યો રાજકુળમાં જગે,ને અઢળક સંપત્તિ દેખાય
કર્મના બંધન નાછોડે દેહને,સમયે ભીખ માગવા જાય
………..લેખ લખેલા ના મિથ્યા.
મળી જાય છે માયા જગની,છોને ઉજ્વળ કુળે જન્માય
પ્રભુની કૃપા જ્યાં જાયછે દુર,ત્યાં મારપડે જગે ભરપુર
……….. લેખ લખેલા ના મિથ્યા.
સંસારના સંબંધ સાચવીને,મન ભક્તિમાં રહેછે ચકચુર
ઘરમાં ભક્તિભાવના વાદળથી,મળીજાય શ્રધ્ધાભરપુર
……….. લેખ લખેલા ના મિથ્યા.
લખેલાલેખ ના મિથ્યાથાય,પણ થાય કૃપાએ અણસાર
બંધન દેહના છુટતાચાલે,જ્યાં સાચી ભક્તિને મેળવાય
……….. લેખ લખેલા ના મિથ્યા.
મારાની મમતા રાખતો જીવ,ભટકી રહે ભવસાગરમાંજ
પૃથ્વી પરના આગમનમાં,પ્રાણીપશુ કે જળચર જન્મેએ
………..લેખ લખેલા ના મિથ્યા.
#####################################