October 18th 2010

પ્રણામ માબાપને

                  પ્રણામ માબાપને

તા૧૮/૧૦/૨૦૧૦                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

માએ દીધી જીવનમાં ભક્તિ,ને પિતાએ દીધો પ્રેમ
મળીગઇ મને ભક્તિની દ્રષ્ટિ,ને ના તેમાં કોઇ વ્હેમ
                    …………માએ દીધી જીવનમાં ભક્તિ.
પાપાપગલી કરતોતો,ત્યાં દીઠામાની આંખમાં આંસુ
આનંદ થતો હૈયે માને,સંતાન હતો કેવી રીતે વાંચુ
ડગલાં જીવનના ઉજળા કરવા,મહેનત હું સાથે રાખુ
આશીર્વાદ ને હેત મળતાં,ભવિષ્ય હું ઉજળું એ જાણું
                      ………..માએ દીધી જીવનમાં ભક્તિ.
પારણેથી પગલાં છોડતાં,જીવતરના હું ડગલાં માંડું
સહવાસે કેડી બતાવી,પિતાથી ઉજ્વળજીવન માણું
દેહ પાવન વર્તન પાવન,આશીર્વાદે મળી જ ગયું
અંતરની અભિલાષાએ,માબાપના ચરણને હું સ્પર્શુ
                    ………..માએ દીધી જીવનમાં ભક્તિ.

==============================

October 18th 2010

સપ્તક ભક્તિ

                            સપ્તક ભક્તિ

તાઃ૧૮/૧૦/૨૦૧૦                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિ પ્રેમની સાંકળ સીધી,સાતેવાર તે સચવાય
મળી જાય કૃપા પ્રભુની,આ દેહે જન્મ સાર્થક થાય
                      ………..ભક્તિ પ્રેમની સાંકળ સીધી.
સોમવારની શિતળ સવારે,ભોલેનાથની પુંજા થાય
ૐ નમઃશિવાયનો મંત્ર જપતા,પાવનભક્તિ થાય
                      ………..ભક્તિ પ્રેમની સાંકળ સીધી.
મંગળવારની મંગલ પ્રભાતે,ગણેશજીને વંદન થાય
ગજાનંદને રાજીકરતાં,જીવનો જન્મ સફળ આ થાય
                       ……….ભક્તિ પ્રેમની સાંકળ સીધી.
બુધવારે માડી અંબે પધારે,દેવા સંઘર્ષમાં સહવાસ
જયઅંબેમા જયઅંબેમા જપતાં,વ્યાધીઓ ટળીજાય
                       ……….ભક્તિ પ્રેમની સાંકળ સીધી.
ગુરૂવાર સંત જલાસાંઇનો,સાચી ભક્તિએ દોરી જાય
સાચી ભક્તિ પ્રેમથી કરતાં,ભક્તિજ પ્રભુથી પરખાય
                       ……….ભક્તિ પ્રેમની સાંકળ સીધી.
શુક્રવાર  મા સંતોષીનો,જ્યાં માની ભક્તિ પ્રેમે થાય
મળીજાય સંતોષ જીવનમાં,અઢળક કૃપાએ મેળવાય
                        ………ભક્તિ પ્રેમની સાંકળ સીધી.
શનિવાર તો હનુમાનજીનો,આવે ગદા સંગ ઘરમાંજ
મેલી શક્તિ ભાગે દુર,જ્યાં રહે રામદુત હજરા હજુર
                       ……….ભક્તિ પ્રેમની સાંકળ સીધી.
રવિવાર મા દુર્ગાનો છે,સર્વરીતે થઇ જાય કલ્યાણ
ૐરીમ દુર્ગેદુર્ગે રક્ષમી સ્વાહાથી,વ્યાધી ભાગીજાય
                      ………..ભક્તિ પ્રેમની સાંકળ સીધી.

ૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ